ન્યૂ કાર:હોન્ડા સિટીની હાઈબ્રિડ કાર પરથી પડદો ઉઠયો, એક લીટરમાં 26.5 km/l માઈલેજ આપશે, ટોપ સ્પીડ પ્રતિ કલાક 176 કિમી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈલેક્ટ્રિક અને પેટ્રોલ બંનેથી ચાલશે

હોન્ડા સિટી હાઈબ્રિડ કાર પરથી પડદો હટાવી દેવામાં આવ્યો છે. આ પેટ્રોલ કાર, ઈલેક્ટ્રિક કાર અને હાઈબ્રિડ કાર ત્રણેય રીતે ચલાવી શકાય છે. કંપનીએ તેમાં ઘણા એવા ફીચર આપ્યા છે જે તેને સૌથી પાવરફુલ સેડાન કાર બનાવે છે, તેમજ તેની માઈલેજ પણ 26.5 km/l છે. સાથે કારની ટોપ સ્પીડ 176 કિમી પ્રતિ કલાક છે.

ઈલેક્ટ્રિક અને પેટ્રોલ બંનેથી ચાલશે
આ કારને પેટ્રોલ કારની જેમ ચલાવી શકાય છે, સાથે જ તે સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિક કારની જેમ પણ ચાલી શકે છે અને હાઈબ્રિડ મોડમાં એટલે પેટ્રોલ અને ઈલેક્ટ્રિક પર એકસાથે પણ ચાલી શકે છે.

શહેરમાં EV બનીને ચાલશે
હોન્ડાની આ કારમાં ઈલેક્ટ્રિક એન્જિનની સાથે બે ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. તેથી આ કાર સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિક મોડમાં પણ ચાલી શકે છે. આ સ્થિતિમાં ટ્રેક્શન મોટરથી કારના ટાયર સ્પીડ પકડે છે અને એન્જિન સ્ટોપ થઈ જાય છે.

હાઈબ્રિડ મોડ પર સારો પાવર મળશે
હાઈબ્રિડ મોડ પર કારનું પેટ્રોલ એન્જિન એક ઈલેક્ટ્રિક જનરેટરની જેમ કામ કરવા લાગે છે. આ કારમાં સેલ્ફ-ચાર્જિંગવાળી બે ઈલેક્ટ્રિક મોટર, 1.5 લીટરનું એટકિન્સન-સાયકલ પેટ્રોલ એન્જિન, એડવાન્સ લીથિયમ આયન બેટરીની સાથે ઇન્ટેલિજન્સ પાવર યુનિટ (IPU) છે જે એક એન્જિન લિંક્ડ ડાયરેક્ટ કપલિંગ ક્લચ સાથે જોડાયેલ છે.

કારમાં હાજર હાઈબ્રિડ ઈલેક્ટ્રિક સિસ્ટમ 126 PSનો મેક્સ પાવર અને 253 Nmનો પીર ટોર્ક જનરેટ કરે છે. તેમાં ચાર ટાયર પર ડિસ્ક બ્રેકની સાથે એક એડવાન્સ ઈલેક્ટ્રિક સર્વો બ્રેક સિસ્ટમ પણ આપવામાં આવી છે. તે સારું ફ્યુલ એફિશિયન્સી આપે છે અને કારમાં હાજર લિથિયમ આયન બેટરીને ચાર્જ કરવામાં પણ મદદ કરે છે.

26.5 કિમીની માઈલેજ
હોન્ડા સિટી હાઈબ્રિડ 26.5 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપશે. આ દેશની સૌથી વધુ માઈલેજ આપનારી કાર મારૂતિ સિલેરિયોની લગભગ બરાબર છે. સિલેરિયો 26.68 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે. કંપનીએ અત્યારે આ કારથી માત્ર પડદો ઉઠાવ્યો છે, જ્યારે મે 2022માં તેનું ઓફિશિયલ લોન્ચિંગ થશે. અત્યારે કંપનીએ 21,000 રૂપિયામાં તેનું બુકિંગ શરૂ કરી દીધું છે.

લેન કીપિંગ અસિસ્ટ, બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન જેવા ફીચર્સ મળશે
તેમાં હોન્ડાની હોન્ડા સેન્સિંગ ટેક્નોલોજી હશે. તેમાં હોન્ડાની પોતાની ડેવલપ કરવામાં આવેલું ADAS ફીચર મળશે. ઈમર્જન્સી બ્રેકિંગ, લેન કીપિંગ અસિસ્ટ, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિંગ, બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન, ઓટો હાઈ બીમ આસિસ્ટ અને ફ્રન્ટ કાર્લિજન વોર્નિંગ સિસ્ટમ જેવા ફીચર્સ પણ હોઈ શકે છે.

હ્યુન્ડાઈ વર્ના, સ્કોડા સ્લાવિયા જેવી કારને ટક્કર આપશે
લોન્ચ થયા પછી હોન્ડા સિટી હાઈબ્રિડ માર્કેટમાં ઘણી સેડાન ગાડીઓને ટક્કર આપશે. તેમાં મારુતિથી માંડીને હ્યુન્ડાઈ વર્ના, સ્કોડા સ્લાવિયા અને થોડા સમય પછી લોન્ચ થનારી ફોક્સવેગન વર્ચસ સામેલ છે.