તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હોન્ડા મોટરસાયકલ ઈન્ડિયાએ ભારતમાં CB350 RS મોટરસાયકલને લોન્ચ કરવાની સાથે પોતાની CB રેન્જ વધારી દીધી છે. નવી મોટરસાયકલને સ્ક્રેમ્બલર લુક આપવામાં આવ્યો છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.96 લાખ રૂપિયા છે. તેનું વેચાણ હોન્ડાના બિગવિંગ શોરૂમથી કરવામાં આવશે, ડિલિવરી માર્ચથી શરૂ થશે.
CB350 RS પહેલાથી માર્કેટમાં હાજર હાઈનેસ CB350ના પ્લેટફોર્મ પર જ બેસ્ડ છે. બંને એકબીજામાં ફ્રેમ, એન્જિન સહિત અન્ય કમ્પોનન્ટ શેર કરે છે. કિંમતની વાત કરીએ તો CB350 RS, પહેલાથી લોન્ચ થયેલી CB350 DLC પ્રો કરતા 3 હજાર રૂપિયા વધુ મોંઘી છે.
હોન્ડા CB350 RS:બેઝિક ડિટેઈલ
લંબાઈ | 2,163 મિમી |
પહોંળાઈ | 800 મિમી |
ઉંચાઈ | 1,107 મિમી |
વ્હીલબેસ | 1,441 મિમી |
ગ્રાઉન્ડ ક્લિયરન્સ | 166 મિમી |
કર્બ વેટ | 181 કિલો |
સીટ હાઈટ | 800 મિમી |
ફ્યુઅલ ટેંક કેપેસિટી | 15 લિટર |
ફ્રંટ ટાયર | 100/90 R19 |
રિઅર ટાયર | 150/70 R17 |
હોન્ડા CB350 RS: તેમાં હાઈનેસ CB350 જેવું જ એન્જિન છે
નવી CB350 RSના એન્જિનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. તેમાં CB350ની જેમ જ 348.36 સીસીનું સિંગલ સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન છે, જે 5,500RPM પર 21 હોર્સપાવરનો મહત્તમ પાવર આઉટપુટ અને 3,000RPM પર 30NMનો પીક ટોર્ક આપે છે. પાવરટ્રેન એક સ્લિપર ક્લચની સાથે પાંચ-સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે અને અસિસ્ટ કલ્ચ હાઈનેસની જેમ જ સ્ટાન્ડર્ડ છે.
હોન્ડા CB350 RS: ડિઝાઈન અને ફીચર્સ
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.