હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર્સ ઈન્ડિયાએ તાજેતરમાં જ હાઇનેસ CB 350 લોન્ચ કરી હતી, જેણે કંપનીને સબ 400c મોડર્ન ક્લાસિક સેગમેન્ટમાં એન્ટ્રી કરવામાં મદદ કરી. લોન્ચિંગ બાદ હાઈનેસ C 350 બિગવિંગ ડીલરશીપ દ્વારા દેશમાં વેચાતી સૌથી સસ્તી બાઇક બની ગઈ છે, જ્યારે અગાઉ આ નંબર પર CB300R હતી.
નોંધનીય વાત એ છે કે, CB300R એ ખરેખર ઇન્ડિયન માર્કેટમાં સૌથી વધુ વેચાતી પ્રીમિયમ બાઇક હતી અને તેની લોકપ્રિયતા સમય જતાં વધતી ગઈ હતી. જો કે, B6 એમિશન નોર્મ્સ આ વર્ષે 1 એપ્રિલે અમલમાં આવ્યા હતા અને C 300R લાઇનઅપમાંથી કાઢી નાખવામાં આવી હતી કારણ કે, તેને નવા એમિશન નોર્મ્સમાં અપગ્રેડ કરવામાં આવી નહોતી.
રિપોર્ટ્સ પ્રમાણે, CB300R ટૂંક સમયમાં જ ઇન્ડિયન માર્કેટમાં કમબેક કરે એવી શક્યતા છે. હોન્ડા તેની બિગવિંગ ડીલરશિપ લાઇનઅપ રેન્જ વધારવાનું પ્લાનિંગ કરી રહી છે, જેનાથી દેશભરમાં પ્રીમિયમ બાઇક્સના વધુ ખરીદદાર મળવામાં મદદ મળશે. હાઇનેસ CB 350 બાઇકને બિગવિંગ ડીલરશિપ પર સૌથી વધુ વેચાનારી બાઇક કહેવામાં આવી રહી છે. તેનાથી વધતી જતી ડીલરશિપ નેટવર્કથી ચોક્સપણે CB300Rને પણ લાભ મળશે.
BS4 હોન્ડા CB300Rની પ્રારંભિક કિંમત 2.42 લાખ રૂપિયા હતી
BS4 હોન્ડા CB300Rની પ્રારંભિક કિંમત 2.42 લાખ રૂપિયા છે. જો કે, એ જાણવાનું હજી બાકી છે કે BS6 કમ્પ્લાયન્ટ વર્ઝનની કિંમતમાં વધારો થશે કે નહીં. એ ધ્યાન આપવું જોઇએ કે ફેબ્રુઆરી 2019માં જ આ બાઇકને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી અને તેને સંપૂર્ણ રીતે કમ્પ્લિટલી નોક્ડ ડાઉન એટલે કે CKD રૂટ દ્વારા ભારતમાં લાવવામાં આવી રહી હતી.
BS6 હોન્ડા CB300Rનું એન્જિન BS4 મોડેલ જેવું જ હશે - રિપોર્ટ
KT390 ડ્યૂક અને BMW G310R જેવી સ્પર્ધાત્મક બાઇકને ટક્કર આપનારી BS4 હોન્ડા CB300Rમાં 286c, લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર ફોર વાલ્વ, DOH એન્જિનને 6 સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું હતું. આ એન્જિનથી 27.4Nm ટોર્ક અને મેક્સિમમ 31.4hp પાવર મળતો હતો. હોન્ડા CB300Rના B6 મોડેલમાં કોઇપણ પ્રકારનો મિકેનિકલ ફેરફાર જોવા નહીં મળે એવી ધારણા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.