ન્યૂ લોન્ચ:હોન્ડા CB300R બાઇક મેટ સ્ટીલ બ્લેક અને પર્લ સ્પાર્ટન રેડ કલરમાં લોન્ચ થઈ, કિંમત 2.77 લાખ રૂપિયા

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

હોન્ડા માર્કેટમાં તેના ગ્રાહકોને ખુશ કરવા એક નવી સ્પોર્ટ્સ બાઇક લાવી છે. હોન્ડા બાઇક કંપનીએ ઇન્ડિયન માર્કેટમાં 2022 હોન્ડા CB300R બાઇક લોન્ચ કરી દીધી છે. કંપનીએ 2022 હોન્ડા CB300Rની એક્સ-શો રૂમ કિંમત 2.77 લાખ રૂપિયા નક્કી કરી છે. નવી CB300R બે કલર ઓપ્શન મેટ સ્ટીલ બ્લેક અને પર્લ સ્પાર્ટન રેડમાં આવે છે. કંપનીએ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે.

સર્ક્યુલર હેડલેમ્પમાં LED યૂનિટ્સ અને ઇન્ટિગ્રેટેડ LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે
સર્ક્યુલર હેડલેમ્પમાં LED યૂનિટ્સ અને ઇન્ટિગ્રેટેડ LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે

લુક અને ડિઝાઇન
તેની ડિઝાઇન મોડર્ન એલિમેન્ટ્સ સાથે રેટ્રો સ્ટાઇલને કમ્બાઇન કરે છે. સર્ક્યુલર હેડલેમ્પમાં LED યૂનિટ્સ અને ઇન્ટિગ્રેટેડ LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે. તેની બોર્ડર પર સ્લિક LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે.

એન્જિન ડિટેલ્સ
2022 હોન્ડા CB300Rમાં PGM-FI ટેક્નોલોજી સાથે 286cc DOHC 4-વાલ્વ લિક્વિડ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. તેમજ, બાઇકમાં આસિસ્ટ અને સ્લિપર ક્લચ પણ આપવામાં આવ્યો છે.

બ્રેકિંગ અને સસ્પેન્શન
2022 હોન્ડા CB300Rના ફ્રંટમાં 296mm હબ-લેસ ફ્લોટિંગ ડિસ્ક બ્રેક અને ડ્યુઅલ ચેનલ ABS સાથે રિઅરમાં 220mm રિઅર ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સસ્પેન્શન સેટઅપમાં ગોલ્ડન અપસાઇડ-ડાઉન ફ્રંટ ફોર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મસ્ક્યુલર ફ્યુલ ટેંક, સ્પ્લિટ સીટ્સ, એક સ્લિક LED ટેલલાઇટ, કોન્ટ્રાસ્ટિંગ એક્ઝોસ્ટ, બ્લેક એલોય વ્હીલ્સ જેવાં અનેક ફીચર્સ મળશે
મસ્ક્યુલર ફ્યુલ ટેંક, સ્પ્લિટ સીટ્સ, એક સ્લિક LED ટેલલાઇટ, કોન્ટ્રાસ્ટિંગ એક્ઝોસ્ટ, બ્લેક એલોય વ્હીલ્સ જેવાં અનેક ફીચર્સ મળશે

ફીચર્સ
એક ફુલ ડિજિટલ ડિસ્પ્લે, અટ્રેક્ટિવ અને મસ્ક્યુલર ફ્યુલ ટેંક, સ્પ્લિટ સીટ્સ, એક સ્લિક LED ટેલલાઇટ, કોન્ટ્રાસ્ટિંગ એક્ઝોસ્ટ, બ્લેક એલોય વ્હીલ્સ, એન્જિન બ્લોક પ્રોટેક્ટર એ અન્ય ડિઝાઇન એલિમેન્ટ્સ છે, જે બાઇકની પ્રીમિયમ વિઝ્યુઅલ અપીલ વધારે છે. કોમ્પેક્ટ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે ઘણી બધી ડિટેલ્સ જણાવે છે. તેમાં એન્જિન ઇન્હિબિટર સાથે ગિયર પોઝિશન અને સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર આપવામાં આવ્યાં છે.

સ્પોર્ટી અપીલ
હોન્ડા CB300Rએ એન્જિનિયરિંગના હાઈ સ્ટાન્ડર્ડનું પાલન કર્યું છે. નવી CB300R એક આસિસ્ટ અને સ્લિપર ક્લચ સાથે આવે છે, જે થાક ઘટાડે છે અને ગોલ્ડન અપસાઇડ ડાઉન ફોર્ક્સ રાઇડિંગને વધુ સારું અને કમ્ફર્ટેબલ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...