• Gujarati News
  • Utility
  • Automobile
  • Honda Cars Halted Production At The Greater Noida Plant Set Up In 1997, Now The Company's Only Surviving Plant In The Country.

બંધ:હોન્ડા કાર્સે વર્ષ 1997માં સ્થાપવામાં આવેલા ગ્રેટર નોઇડા પ્લાન્ટમાં પ્રોડક્શન અટકાવ્યું, હવે દેશમાં કંપનીનો એકમાત્ર પ્લાન્ટ બચ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેટર નોઇડા પ્લાન્ટમાં કંપનીની કોર્પોરેટ હેડ ઓફિસ ચાલતી રહેશે
  • હોન્ડા સિટી, CR-V અને સિવિક મોડેલ્સની ગાડીઓનું પ્રોડક્શન થતું હતું

ઓટોમોબાઇલ કંપની હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL)એ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત તેના પ્લાન્ટમાં પ્રોડક્શન બંધ કરી દીધું છે. ઇન્ડસ્ટ્રીના સોર્સ દ્વારા આ માહિતી મળી છે. HCIL જાપાનની હોન્ડા મોટર કંપનીની સબ્સિડરી કંપની છે. કંપનીએ વર્ષ 1997માં ગ્રેટર નોઈડા પ્લાન્ટની સ્થાપના કરી હતી.

પ્લાન્ટમાં કોર્પોરેટ ઓફિસ ચાલુ રહેશે
ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર, ગ્રેટર નોઈડા પ્લાન્ટમાં HCILની કોર્પોરેટ હેડ ઓફિસ પહેલાની જેમ ચાલુ રહેશે. આ સિવાય, સ્પેર પાર્ટ્સ ડિવિઝન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટર પણ કાર્યરત રહેશે. જો કે, કંપનીએ આ મામલે કોઈ પ્રકારનો જવાબ આપ્યો નથી. હવે કંપની પોતાની ગાડીઓની દરેક રેન્જના પ્રોડક્શન માટે રાજસ્થાનના તાપુકારા પ્લાન્ટ પર આધારિત થઈ ગઈ છે.

આ વર્ષની શરૂઆતમાં VRS સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી
HCILએ તેના મેન્યુફેક્ચરિંગ લાઇન અસોસિએટ્સ માટે આ વર્ષની શરૂઆતમાં વોલિયન્ટરી રિટાયર્મેન્ટ સ્કીમ (VRS) લોન્ચ કરી હતી. આ સ્કીમનો ઉદ્દેશ પ્રોડક્ટિવિટી અને કાર્યક્ષમતા વધારવાનો હતો. કંપનીએ તેના ગ્રેટર નોઇડા પ્લાન્ટ પર હોન્ડા સિટી, હોન્ડા CR-V અને હોન્ડા સિવિક જેવી ગાડીઓનું પ્રોડક્શન કર્યું હતું. આ પ્લાન્ટની પ્રોડક્શન કેપેસિટી વાર્ષિક 1 લાખ યૂનિટ છે.

તાપુકારા પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 1.8 લાખ યૂનિટ છે
રાજસ્થાનના તાપુકારા ખાતેના પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 1.8 લાખ યુનિટ છે. આ ઉપરાંત, પ્લાન્ટ અન્ય દેશોમાં નિકાસ કરેલા એન્જિનનું પ્રોડક્શન નવેમ્બર 2020માં HCILએ ડોમેસ્ટિક માર્કેટમાં 9,990 યૂનિટનું વેચાણ કર્યું છે. આ વર્ષે નવેમ્બર 2019ના 6,459 યૂનિટની સરખામણીએ 55%ની વૃદ્ધિ થઈ છે.