ઇલેક્ટ્રિક સ્કૂટર્સની માગમાં વધારો:ભારતીય બજારમાં હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર આવી રહ્યું છે, જાણો ક્યારે લોન્ચ થશે?

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ભારે માગ છે, જે મુખ્યત્વે ઇલેક્ટ્રિક સ્કૂટર્સની માગમાં વધારો કરી રહી છે. બજારમાં ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટરનું રેકોર્ડબ્રેક વેચાણ શરૂ થઈ ગયું છે ત્યારે ભારતનું આ ફેવરિટ સ્કૂટર હવે ઇલેક્ટ્રિક બેટરી સાથે લોન્ચ કરવામાં આવશે. ગયા મહિને હોન્ડા ટુ-વ્હીલરે જાહેરાત કરી હતી કે, તે ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. હવે ચર્ચા એ છે કે, હોન્ડા પોતાનું એક્ટિવા ઇલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરી શકે છે. હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) 2023 સુધીમાં એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરે તેવી શક્યતા છે. હોન્ડાના જણાવ્યા અનુસાર આગામી નાણાકીય વર્ષમાં આગામી ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ માટે તૈયાર થઈ જશે.

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાની પ્રમુખ એત્સુશી ઓગટાએ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની હોન્ડાની યોજનાનો ખુલાસો કર્યો છે. ઓગાટાએ જણાવ્યું હતું કે, હોન્ડા એક્ટિવા હાલમાં ભારતનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે એટલા માટે હોન્ડાએ પોતાના આવનારા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે આ જ નામનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી ગ્રાહકો તેની સાથે સરળતાથી કનેક્ટ થઈ શકશે, કારણકે 'એક્ટિવા' બ્રાન્ડનું વિશ્વસનીય સ્કૂટર છે. હોન્ડા ભારતીય બજાર માટે બ્રાન્ડ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર વિકસાવશે કે પછી એક્ટિવા નામની ઇન્ટરનેશનલ પ્રોડક્ટ લાઇનઅપમાંથી તેના હાલના ઇલેક્ટ્રિક સ્કૂટરનું રિવેમ્પ્ડ વર્ઝન રજૂ કરશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

હોન્ડાની Benley ઇલેક્ટ્રિક સ્કૂટરની ટ્રાયલનું પરીક્ષણ હાલમાં હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા દ્વારા ભારતમાં કરવામાં આવી રહ્યું છે અને આ સ્કૂટરને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) માં પણ સ્પોટ કરવામાં આવ્યું છે. Benley ઇલેક્ટ્રિક સ્કૂટર્સની વાત કરીએ તો હોન્ડા જાપાનમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સના 4 અલગ-અલગ મોડલ આપે છે. આ પ્રકારોમાં Benly e: I, Benly e: I Pro, Benly e: II और Benly e: II Pro નો સમાવેશ થાય છે. જાપાનમાં Benley ઇલેક્ટ્રિક સ્કૂટર રેન્જ મુખ્યત્વે કોમર્શિયલ અને ફ્લીટ સેગમેન્ટમાં લાસ્ટ-માઈલ ડિલિવરી માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સ્કૂટરના પાવરટ્રેન અને હાર્ડવેરનો ઉપયોગ પેસેન્જર ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક સ્કૂટરને પાવર આપવા માટે પણ કરી શકાય છે.

Benley ઇલેક્ટ્રિક સ્કૂટર પહેલેથી જ ટ્રાયલ હેઠળ હોવાથી હોન્ડાના ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટર આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ છે. એવું કહેવામાં આવે છે કે, આ ઇલેક્ટ્રિક સ્કૂટર આગામી હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટરનો પાયો નાખશે. આ ઉપરાંત હોન્ડાના ઇન્ટરનેશનલ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અન્ય ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પણ સામેલ છે. જેમાં હોન્ડા PCX ઇલેક્ટ્રિક અને હોન્ડા GYRO ઇલેક્ટ્રિક સ્કૂટર્સની સિરીઝનો સમાવેશ થાય છે. ઈવી સેગમેન્ટમાં હોન્ડાના ઘણા પ્લાન હોન્ડા ઈવી સેગ્મેન્ટમાં અનેક પ્લાન લઇને આવી છે. કંપનીએ બેટરીપેક બનાવવા માટે હાલમાં જ નવી સબસીડી બનાવી છે. નવી પેટાકંપનીની સ્થાપના 133 કરોડ રૂપિયાની મૂડી સાથે કરવામાં આવી હતી. તેથી કંપનીએ ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી માટે અન્ય કંપનીઓ પર નિર્ભર રહેવું પડશે નહીં.