ન્યૂ લોન્ચ / હીરોની BS-6 માન્ય એન્જિનવાળી પહેલી બાઇક સ્પ્લેન્ડર આઇસ્માર્ટ લોન્ચ થઈ, કિંમત 64,900 રૂપિયા

Hero's first bike Splendor iSmart with BS-6 approved engine launches, priced at Rs. 64,900

Divyabhaskar.com

Nov 08, 2019, 12:12 PM IST

ઓટો ડેસ્કઃ હીરોએ ઇન્ડિયન માર્કેટમાં તેની પહેલી BS-6 માન્ય એન્જિનવાળું ટૂ-વ્હીલર ન્યૂ સ્પ્લેન્ડર આઇસ્માર્ટ લોન્ચ કરી દીધું છે. તેની એક્સ શો રૂમ કિંમત 64,900 રૂપિયા છે. આ મોડલ આઈસ્માર્ટના કરન્ટ મોડલ કરતાં 7,470 રૂપિયા મોંઘું છે. બાઇકના નવાં એન્જિનમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. હીરોની નવી BS-6 સ્પ્લેન્ડર આઇસ્માર્ટ 3થી 4 અઠવાડિયાંમાં ડીલર્સ સુધી પહોંચી જશે. ત્યારબાદ તેનું બુકિંગ અને ડિલિવરી શરૂ થશે.

સ્પ્લેન્ડર આઇસ્માર્ટનું એન્જિન

  • બાઇકમાં 113.2cc સિંગલ સિલિન્ડર, ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. BS4 સ્પ્લેન્ડર આઇસ્માર્ટમાં આ એન્જિન 109.15ccનું હતું. એન્જિનના પાવરમાં વધારો થયા બાદ પણ તેનો પાવર 9.5hpથી 9.1hp સુધી ઓછો છે. જો કે, આ 7,500rpm પાવર પ્રોડ્યૂસ કરવાની ક્ષમતા રાખે છે. હીરોની આ બાઇકમાં 10% ટોર્ક વધારે મળશે.
  • ન્યૂ સ્પ્લેન્ડર આઇસ્માર્ટનાં એન્જિનમાં ડાયમંડ ફ્રેમ મળશે. હીરોએ આ બાઇકમાં 5mm સસ્પેન્શન અને 36mm વ્હીલબેઝ આપવામાં આવ્યું છે, જેનાથી યુઝરની રાઇડ સંપૂર્ણ રીતે કમ્ફર્ટેબલ રહેશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165mmથી વધારીને 180mm કરી દેવામાં આવ્યું છે. તેમજ, સીટની હાઇટ 165mm કરી દીધી છે. તેમાં પહેલાં કરતાં વધુ પ્રકાશ આપતી હેડલાઇટ સાથે હીરોની i3s સ્ટાર્ટ-સ્ટોપવાળી ટેક્નોલોજી આપવામાં આવી છે.
X
Hero's first bike Splendor iSmart with BS-6 approved engine launches, priced at Rs. 64,900

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી