તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હીરોએ તેના સ્કૂટર Hero Destini 125 BS6ની કિંમત વધારી દીધી છે. આ સ્કૂટરની કિંમતમાં 1,300 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ સ્કૂટર માર્કેટમાં બે વેરિઅન્ટમાં અવેલેબલ છે. ડેસ્ટિની 125 સ્કૂટરના સ્ટીલ વ્હીલ્સ ડ્રેમ બ્રેક વેરિન્ટની કિંમત હવે 65,310 રૂપિયા અને એલોય વ્હીલ ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 68,100 રૂપિયા થઈ ગઈ છે.
અગાઉ કિંમત 7 હજાર રૂપિયા વધી હતી
BS6 Destini 125 સ્કૂટરને 64,310 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું. હીરોમટોકોર્પે સ્કૂટરના બેઝ વેરિઅન્ટની કિંમતમાં 1 હજાર રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 1,300 રૂપિયાનો વધારો કર્યો છએ. અગાઉ જ્યારે આ સ્કૂટરનું BS6 મોડેલ લોન્ચ થયું હતું ત્યારે BS4 મોડેલ કરતાં તેની કિંમત 7,000 રૂપિયા વધી ગઈ હતી.
ફીચર્સ
હીરો ડેસ્ટિની 125 સિમ્પલ અને અટ્રેક્ટિવ લુકવાળું સ્કૂટર છે, જે ઘણાં ફીચર્સથી સજ્જ છે. સ્કૂટરમાં LED, DRL, સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, ક્સટર્નલ ફુલ કિલર, કંપનીની i3S ટેક્નોલોજી, સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, એલોય વ્હીલ્સ, USB ચાર્જિંગ પોર્ટ, બૂટ લાઇટ, ઇન્ટિગ્રેટેડ બ્રેકિંગ અને ટ્યૂબલેસ ટાયર જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.
એન્જિન ડિટેલ્સ
હીરોના આ સ્કૂટરમાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ સાથે 124.6 cc, એર કૂલ્ડ 4 સ્ટ્રોક એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7,000 rpm પર 9 bhp પાવર અને 5,500 rpm પર 10.4 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, BS4 વર્ઝન કરતાં BS6 વર્ઝનની એવરેજ 11% વધારે છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.