તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપકમિંગ:હીરો Xtreme 160R બાઇક ટૂંક સમયમાં BS6 એન્જિન સાથે આવશે, કિંમતમાં 8થી 10 હજાર રૂપિયા વધવાની શક્યતા

ઓટોએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ હીરો મોટોકોર્પે તાજેતરમાં જ ગ્લેમર અને પેશન પ્રોના BS6 કમ્પ્લાયન્ટ Xtreme 160R રજૂ કર્યાં હતાં. જેને અત્યારે કંપનીના વેબસાઇટ લિસ્ટમાં જોડી દીધા છે અને એટલે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આ બિક ટૂંક સમયમાં જ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થશે.
હીરો Xtreme 160R બાઇક ભારતમાં સૌથી પોપ્યુલર સેગમેન્ટ 160-200ccમાં ફરી એકવાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ સાથે જ તે તેના સેગમેન્ટની સૌથી સારી દેખાનારી બાઇક પણ છે. અપકમિંગ બાઇકમાં ઉપરની બાજુ નાના શોર્ટ આપવાની સાથે એક આક્રમક ફુલ LED હેડલાઇટ આપવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં નેગેટિવ ડિસ્પ્લે સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એલઇડી સાઇડ ટર્ન ઇન્ડિકેટર, સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ, હેજાર્ડ લાઇટ, ઇન્ટિગ્રેટેડ પિલિયન ગ્રેબ રેલ્સ, ઇન્ટિગ્રેટેડ એન્જિન કિલ એન્ડ સ્ટાર્ટ સ્વિચ જેવાં ફીચર્સ મળે છે.
હીરો Xtreme 160Rમાં વીએસ6 કમ્પ્લાયન્ટ 160ccનું ફ્યુલ ઇન્જેક્શન અને SOHC સેટઅપવાળું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવશે, જે 15bhp પાવર અને 14Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. હીરો મોટોકોર્પનો દાવો છે કે, આ બાઇક ફક્ત 4.7 સેકંડમાં 0થી 60 કિમીની સ્પીડ પકડવામાં સક્ષમ હશે. તેમજ, આ બિકનું વજન 138.5 કિલો છે.
આ બાઇકના કરન્ટ મોડેલની ડ્યુઅલ ડિસ્ક વેરિઅન્ટની કિંમત 81,200 રૂપિયા રાખવામાં આવી છે. તેમજ, BS6 કમ્પ્લાયન્ટ એન્જિન સાથે તેની કિંમતમાં 8થી 10 હજાર રૂપિયા વધવાની શક્યતા છે.