ન્યૂ લોન્ચ / Hero Xtreme 160R બાઇક બે વેરિઅન્ટમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 99,950 રૂપિયા

X

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:03 PM IST

દિલ્હી. હીરો મોટોકોર્પે તેની Xtreme 160R બાઇક ડીલરશિપ પર પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. આ સાથે જ કંપનીએ તેની કિંમત પણ જાહેર કરી દીધી છે. Hero Xtreme 160R બાઇક બે વેરિઅન્ટ (સિંગલ ડિસ્ક અને ડબલ ડિસ્ક)માં માર્કેટમાં ઉતારવામાં આવી છે. બંને વેરિઅન્ટ સિંગલ ચેનલ ABSથી સજ્જ છે. હીરોની આ નવી બાઇક માર્ચના અંતમાં લોન્ચ થવાની હતી. પરંતુ કોરોના વાઇરસના કારણે થયેલા લોકડાઉનના કારણે તેનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું હતું.

એન્જિન ડિટેલ્સ
Hero Xtreme 160R બાઇકમાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ સાથે BS6 કમ્પ્લાયન્ટ 160cc એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8500 rpm પર 15 bhp પાવર અને 6,500 rpm પર 14 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે, આ નવી બાઇક ફક્ત 4.7 સેકંડમાં કલાક દીઠ 0થી 60 કિમીની સ્પીડ પકડી શકે છે. તેનું વજન 138.5 કિલો છે.

ફીચર્સ
હીરોની આ નવી સ્ટ્રીટફાઇટર બાઇકમાં ઘણાં એડવાન્સ્ડ ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં LED ઙેડલેમ્પ, LED DRL, LED સાઇડ ટર્ન ઇન્ડિકેટર્સ, H-સિગ્નેચર LED ટેલલેમ્પ, ઇન્ટિગ્રેટેડ પિલિયન ગ્રેબ રેલ્સ, હેઝર્ડ લાઇટ્સ, ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સાઇડ સ્ટેન્ડ ડાઉન એન્જિન કટ ઓફ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

સસ્પેન્શન અને બ્રેકિંગ
Xtreme 160R બાઇકના ફ્રંટમાં 37 mm ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિઅરમાં 7 સ્ટેપ અડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બાઇકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165mm છે. બંને વેરિઅન્ટના ફ્રંટમાં 276 mm ડિસ્ક બ્રેક છે. તેમજ, ડ્યુઅલ ડિસ્ક વેરિઅન્ટમાં રિઅરમાં 220 mm ડિસ્ક બ્રેક, જ્યારે સિંગલ ડિસ્ક વેરિઅન્ટમાં રિઅરમાં 130 mm ડ્રમ બ્રેક છે. Xtreme 160Rના બંને વ્હીલ્સ 17 ઇંચના છે.

કિંમત
હીરોની આ બાઇકના સિંગલ ડિસ્ક વેરિઅન્ટની કિંમત 99,950 રૂપિયા અને ડબલ ડિસ્ક વેરિઅન્ટનું 1.03 લાખ રૂપિયા છે. માર્કેટમાં તેની ટક્કર બજાજ પ્લસર NS160, TVS અપાચે RTR 160 4V અને સુઝુકી જિક્સર 150 બાઇક્સ સાથે થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી