ન્યૂ લોન્ચ:હીરો સ્પ્લેન્ડર પ્લસની બ્લેક અને એક્સન્ટ એડિશન ₹64,470માં લોન્ચ થઈ, ગ્રાહકો પોતાના મનપસંદ ગ્રાફિક્સ કસ્ટમાઇઝ કરાવી શકશે

2 વર્ષ પહેલા
  • ગ્રાહક પાસે ત્રણમાંથી કોઈ એક ડિઝાઇન સિલેક્ટ કરવાનો ઓપ્શન હશે, દરેકની કિંમત 899 રૂપિયા છે
  • આ ત્રણેય ડિઝાઇન્સના નામ બીટલ રેડ, ફાયરફ્લાય ગોલ્ડન અને બમ્બલ બી યલો છે
  • 1399 રૂપિયામાં એક આખી કીટ પસંદ કરવાનો પણ ઓપ્શન મળશે, જેમાં ગ્રાફિક્સ, 3D લોગો અને રિમ ટેપ રહેશે

હીરો મોટોકોર્પે ડોમેસ્ટિક માર્કેટમાં સ્પ્લેન્ડર પ્લસ બ્લેક અને એક્સન્ટ એડિશન લોન્ચ કરી દીધી છે. તેની દિલ્હી એક્સ શો રૂમ 64,470 રૂપિયા છે. આ એડિશનની ખાસ વાત એ છે કે, ગ્રાહક તેમની ઇચ્છાનુસાર તેનાં ગ્રાફિક્સ કસ્ટમાઇઝ કરાવી શકાશે.

તેને બ્રાંડની હીરો કોલેબ્સ કોન્ટેસ્ટના પરિણામરૂપે ઉતારવામાં આવી છે, જેમાં દેશભરના પ્રતિભાગીઓએ સ્પ્લેન્ડર પ્લસ માટે ગ્રાફિક ડિઝાઇન થીમ બનાવી હતી. તેમાં એન્ટ્રીઝનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને હજારો એન્ટ્રીઝમાંથી ફક્ત ત્રણ ડિઝાઇન પસંદ કરવામાં આવી.

ગ્રાફિક્સ સિલેક્ટ કરવા કે નહીં તે નિર્ણય ગ્રાહકનો રહેશે

  • ત્રણ ડિઝાઇન હવે ખરીદદારો માટે ઉપલબ્ધ કરાઈ છે. તેમાંથી કોઈ એક બાઇક પર લગાવવા માટે સિલેક્ટ કરી શકાશે.
  • જો તેમને કસ્ટમ ગ્રાફિક્સમાં રસ ન હોય તો તેઓ કોઇપણ ગ્રાફિક્સનો ઉપયોગ ન કરવાનું પણ પસંદ કરી શકે છે.
  • હીરો કોલેબ્સ એપ્રિલની શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી અને આ ઉત્સાહી, મહત્વાકાંક્ષી ડિઝાઇનર્સ અને વિદ્યાર્થીઓ પણ તેમની ક્રિએટિવિટી રજૂ કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે.
  • હીરોની આ પહેલને 10,000થી વધુ રજિસ્ટ્રેશન મળ્યાં હતાં અને પરિણામો મે 2020માં રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
  • પાંચ મહિનાની અંદર હીરોએ સ્પર્ધામાં વિજેતા ડિઝાઇનને પ્રોડક્શનમાં સાથે રાખી અને તેને ગ્રાહકો માટે અવેલેબલ કરાવી.

દરેક ડિઝાઇનની કિંમત 899 રૂપિયા

સ્પ્લેન્ડર પ્લસ બ્લેક અને એક્સેન્ટ એડિશનમાં ઓલ બ્લેક થીમ આપવામાં આવી છે, જેમાં બ્લેક એલોય વ્હીલ્સ, બ્લેક એન્જિન એરિયા વિથ બ્લેક ચેન કવર, ઓપ્શનલ 3D હીરો લોગો સામેલ છે. આ ત્રણેય ડિઝાઇનના નામ બીટલ રેડ, ફાયર-ફ્લાય ગોલ્ડન અને બમ્બલે બી યલો છે અને દરેકની કિંમત રૂ .899 છે. ગ્રાહકોને 1,399 રૂપિયામાં સંપૂર્ણ કીટ પસંદ કરવાનો ઓપ્શન પણ મળે છે, જેમાં ગ્રાફિક્સ, 3D હીરો લોગો અને રિમ ટેપ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...