• Home
  • Utility
  • Automobile
  • Hero Splendor iSmart 110's BS 6 model launches soon, likely to be ₹ 7 thousand more than the current model's price

અપકમિંગ / હીરો સ્પ્લેન્ડર iSmart 110નું BS-6 મોડલ ટૂંક સમયમાં જ લોન્ચ થશે, વર્તમાન મોડલની કિંમત કરતાં ₹7 હજાર વધારે હોવાની શક્યતા

Hero Splendor iSmart 110's BS-6 model launches soon, likely to be ₹ 7 thousand more than the current model's price

Divyabhaskar.com

Sep 10, 2019, 01:21 PM IST

ઓટો ડેસ્કઃ હીરો તેની લોકપ્રિય બાઇક Splendor iSmart 110નું BS-6 મોડલ લાવવાની તૈયારીમાં છે. આ બાઇક કંપનીનું પહેલું BS-6 મોડલ હશે. નવી સપ્લેન્ડર હીરોની આ બાઇકનું ડીલરશિપ માટે ડિસ્પેચ થવાનું શરૂ થઈ ગયું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં જ આ બાઇક લોન્ચ થશે.

BS-6 માન્ય સ્પ્લેન્ડર iSmart 110ની કિંમત વર્તમાન મોડલ કરતાં 12-15% વધુ હશે. તેનો અર્થ એ છે કે નવી બાઇક આશરે 6-7 હજાર રૂપિયા મોંઘી હશે. અત્યારે આ બાઇકની પ્રારંભિક કિંમત 56,280 રૂપિયા છે.

હીરો મોટોકોર્પે જૂનમાં આ બાઇક માટે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી (ICAT) તરફથી BS-6 સર્ટિફિકેટ મેળવ્યું હતું. આ સાથે જ તે BS-6 સર્ટિફિકેટ મેળવનારી દેશની પ્રથમ ટૂ-વ્હીલર કંપની બની ગઈ હતી. BS-6 સપ્લેન્ડર iSmart 110ને રાજસ્થાનના જયપુર સ્થિત CIT (સેન્ટર ઓફ ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી)માં ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે.

X
Hero Splendor iSmart 110's BS-6 model launches soon, likely to be ₹ 7 thousand more than the current model's price
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી