તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટ રાઈડિંગ ગોગલ:હીરોના સ્માર્ટ બ્લુટૂથ સનગ્લાસિસથી રાઈડિંગ મજેદાર બનશે, તેનાથી હેન્ડ્સ ફ્રી કોલિંગ પણ કરી શકાશે

6 દિવસ પહેલા
  • તેમાં મ્યૂઝિક સાંભળવા માટે ઓપન સ્પીકર પણ આપવામાં આવ્યા છે
  • સિંગલ ચાર્જ પર 3 કલાક સુધી મ્યૂઝિક સાંભળી શકાય છે

હીરો મોટોકોર્પ દુનિયાભરમાં ટુ વ્હીલર વેચનારી મોટી કંપનીમાં સામેલ છે. કંપનીએ અફોર્ડેબલ સ્કૂટર અને મોટરસાઈકલની મોટી રેન્જ તૈયાર કરી છે. કંપની એક્સેસરીઝ પણ તૈયાર કરે છે. કંપનીએ તાજેતરમાં જ તેના સ્માર્ટ સનગ્લાસિસ ભારતમાં લોન્ચ કર્યા છે. તેની કિંમત 2999 રૂપિયા છે. તેને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે.

બ્લુટૂથ કનેક્ટિવિટીવાળા સનગ્લાસ

  • આ સનગ્લાસમાં CSR બ્લુટૂથ ચિપસેટ આપવામાં આવ્યું છે, જે બ્લુટૂથ 4.1 કનેક્ટિવિટી ધરાવે છે. સનગ્લાસ એન્ડ્રોઈડ અને iOS બંને પર સપોર્ટ કરે છે. સનગ્લાસમાં માઈક્રોફોન સાથે ઓપન ઈયર સ્પીકર પણ મળે છે.
  • આ ગ્લાસિસનો ઉપયોગ નેવિગેશન, હેન્ડ્સ ફ્રી કોલિંગ અને મ્યૂઝિક સાંભળવા માટે કરવામાં આવે છે. કંપનીનો દાવો છે કે, ફુલ ચાર્જમાં તે 3 કલાકનું મ્યૂઝિક પ્લેબેક આપે છે. તેને USB ચાર્જરથી ચાર્જ કરી શકાય છે. આ ગ્લાસિસ UV પ્રોટેક્શન સાથે આવે છે.

ટુ વ્હીલરના વેચાણમાં ફાયદો થઈ રહ્યો છે
હીરો મોટોકોર્પે બુધવારે કહ્યું કે, કંપનીએ ફેસ્ટિવ સીઝનમાં 14 લાખથી વધારે બાઈક અને સ્કૂટરનું વેચાણ કર્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસથી લઈને ભાઈબીજ સુધી 32 દિવસોના ફેસ્ટિવ સીઝનમાં કોરોનાવાઈરસ મહામારીમાં પણ સારું વેચાણ થયું છે. આ આંકડા ગત વર્ષના 98% અને વર્ષ 2018ના આંકડાના 103% છે.

કંપનીએ જણાવ્યું કે ફેસ્ટિવ સીઝનમાં તમામ સેગમેન્ટ્સના પોપ્યુલર મોડલ્સનું સારું વેચાણ થયું છે. તેમાં 100cc સ્પ્લેન્ડર+ અને HF ડીલક્સ, 125cc બાઈક ગ્લેમર અને સુપર સ્પ્લેન્ડર અને પ્રીમિયમ સેગમેન્ટમાં એક્સટ્રીમ 160R અને એક્સપલ્સ રેન્જ સામેલ છે. BS-VI અવતારમાં ગ્લેમર મોડેલના વેચાણમાં વધારો થઈ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો