અપકમિંગ / હીરો મોટોકોર્પે Xtreme 1.R બાઇક રજૂ કરી, માર્કેટમાં TVS Apacheને ટક્કર આપશે

Hero MotoCorp introduced Xtreme 1.R bike, will compete with TVS Apache

Divyabhaskar.com

Nov 07, 2019, 11:13 AM IST

ઓટો ડેસ્કઃ દુનિયાની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે EICMA મોટર શોમાં તેની એક નવી બાઇક Xtreme 1.Rનો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. ખૂબ જ આકર્ષક લુક અને પાવરફુલ એન્જિન કેપેસિટીથી સજેલી આ બાઇકને કંપનીએ ખાસ કરીને યૂથને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. આ બાઇકને કંપનીએ અત્યારે કોન્સેપ્ટ મોડલ તરીકે રજી કર્યું છે. પરંતુ ટૂંક સમયમાં જ તેનું પ્રોડક્શન વર્ઝન લોન્ચ કરાશે.

નવી Xtreme 1.R કોન્સેપ્ટનું કુલ વજન 140 કિલો છે. તેના ફ્રંટમાં કંપનીએ LED હેડલેમ્પ અને અટ્રેક્ટિવ ફ્યુઅલ ચેંકનો પ્રયોગ કર્યો છે. આ બાઇકની સૌથી ખાસ વાત એ છએ કે તેમાં ગો પ્રો કેમેરાનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. જો કે, આ પ્રોડક્શન વર્ઝનમાં મળશે કે નહીં તે વિશે હજી કોઈ જાણકારી નથી મળી. આ બાઇકમાં આપવામાં આવેલી ફ્લોટિંગ રાઇડર સીટ તેના લુકને વધુ અટ્રેક્ટિવ બનાવે છે.

જો કે, કંપનીએ આ બાઇકનાં એન્જિન અને અન્ય ટેક્નિકલ પાસાંઓ વિશે જાણકારી જાહેર નથી કરી. પરંતુ એવું માનવામાં આવી રબ્યું છે કે આ બાઇકમાં 150cc અથવા 200cc કેપેસિટીવાળા એન્જિનનો પ્રયોગ કરવામાં આવી શકે છે. તેમાં પહોળા હેન્ડલબાર અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સામેલ કરવામાં આવ્યું છે.

આ બાઇકનો ફ્રંટ લુક ટીવીએસ અપાચે જેવો છે. આ બાઇકમાં હેવી ઓઇલ કૂલ્ડ એન્જિનનો પ્રયોગ કરવામાં આવી શકે છે. આ બાઇક કંપનીના જૂનાં મોડલ Xtreme 200R પર બેઝ્ડ છે. આ બાઇક સિવાય કંપનીએ Xplus 200 માટે એક રેલી કિટ પણ રજૂ કરવામાં આવી છે.

X
Hero MotoCorp introduced Xtreme 1.R bike, will compete with TVS Apache

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી