ન્યૂ લોન્ચ:હીરોએ HF Deluxe બાઇકના બે સસ્તાં વેરિઅન્ટ લોન્ચ કર્યાં, હવે બાઇકની પ્રારંભિક કિંમત 46,800 રૂપિયા

દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

BS6 એમિશન નોર્મ્સ અનુસાર અપગ્રેડ થયા પછી સામાનય્ રીતે દરેક બાઇકની કિંમત વધી જતી હોય છે. જેના કારણે હવે 100cc અને 110ccની મોટાભાગની બાઇક્સની પ્રારંભિક કિંમત 50 હજાર રૂપિયા કરતાં વધારે છે. જો કે, કેટલીક સિલેક્ટેડ 100cc બાઇક્સ 50 હજાર રૂપિયા કરતાં પણ ઓછી કિંમતે મળી રબહી છે. હીરો મોટોકોર્પે તેની એન્ટ્રી લેવલ બાઇક HF Deluxeના સસ્તા વેરિઅન્ટ લોન્ચ કરીને આ રેન્જમાં કમબેક કર્યું છે. આ બાઇકની પ્રારંભિક કિંમત 46,800 રૂપિયા છે.

બાઇક કુલ પાંચ વેરિઅન્ટમાં મળશે

હીરો HF Deluxe બાઇક અગાઉ ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી હતી, જેની કિંમત 56, 675 રૂપિયાથી લઇને 58 હજાર રૂપિયા વચ્ચે હતી. હવે કંપનીએ આ બાઇકના વધુ બે વેરિઅન્ટ કિક સ્ટાર્ટ ડ્રમ બ્રેક સ્પોક વ્હીલ અને કિક સ્ટાર્ટ ડ્રમ બ્રેક એલોય વ્હીલ લોન્ચ કર્યાં છે. તેની કિંમત અનુક્રમે 46,800 રૂપિયા અને 47,800 રૂપિયા છે. એટલે હવે HF Deluxe બાઇક કુલ પાંચ વેરિઅન્ટ 50 હજાર રૂપિયાથી પણ ઓછી પ્રારંભિક કિંમતે મળશે.

એન્જિન ડિટેલ્સ

HF Deluxeના આ બંને સસ્તા વેરિઅન્ટમાં ઇલેક્ટ્રિક સ્ટાર્ટનો ઓપ્શન આપવામાં નથી આવ્યો. આ ઉપરાંત, બાઇકમાં અન્ય કોઈ મોટો ફેરફાર પણ કરવામાં નથી આવ્યો. બાઇકમાં ફ્યુલ ઇન્જેક્ટેડ 97.2ccનું એન્જિન છે, જે 7.94hp પાવર અને 8.05Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે આ બાઇક લિટર દીઠ 73 કિમીની એવરેજ આપે છે.

ફીચર્સ

HF Deluxe બાઇકના નવા વેરિઅન્ટ્સનું વજન 109 કિલો છે. આ બાઇકમાં 9.6 લિટરની ફ્યુલ ટેંક આપવામાં આવી છે, જ્યારે કે તેનું ગ્રાઉનડ્ ક્લિયરન્સ 165 mm છે. બાઇકના ફ્રંટ અને રિઅરમાં 130 mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. હીરોની આ એન્ટ્રી લેવલ બાઇકની માર્કેટમાં ટક્કર બજાજ CT100, બજાજ પ્લેટિના 100 અને TVS Sport બાઇક્સ સાથે થશે.