તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ન્યૂ લોન્ચ:હીરોએ સ્ટાઇલિશ લુક સાથે પ્લેઝરની નવી પ્લેટિનમ એડિશન લોન્ચ કરી, કિંમત 60,950 રૂપિયા

10 દિવસ પહેલા
  • સ્કૂટરમાં ડ્યુઅલ ટોન કલર અને બેક રેસ્ટ મળશે
  • હીરો પ્લસ પ્લેઝર પ્લેટિનમ એડિશનમાં 110ccનું ફ્યુલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે
  • KTM 890 એડવેન્ચર બાઇક ભારતમાં 19 ઓક્ટોબરના રોજ રજૂ થશે

નવરાત્રી નિમિત્તે હીરોએ ઇન્ડિયન માર્કેટમાં પ્લેઝર પ્લસ પ્લેટિનમ એડિશન લોન્ચ કરી દીધી છે. આ એડિશનને યૂનિક મેટ બ્લેક કલર અને ગ્લોસ બ્લેક કલરના કોમ્બિનેશનમાં માર્કેટમાં લાવવામાં આવી છે. આ સાથે જ તેમાં બેકરેસ્ટ પણ આપવામાં આવી છે. ગાડીમાં બ્રાઉન કલરની ઇનર પ્લેટ, ક્રોમ ફિનિશિંગ, ડ્યુઅલ ટોન કલર સીટ કવર આપવામાં આવ્યું છે. સ્કૂટરમાં 110ccનું ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જેનો પાવર 8.1hp અને ટોર્ક 8.7Nm છે. આ સ્કૂટરની એક્સ શો રૂમ કિંમત 60,950 રૂપિયા છે.

KTM 890 એડવેન્ચર

હવે વાત કરીએ KTM 890 એડવેન્ચરની તો આ બાઇક 19 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક ટીઝર શેર કર્યું છે. ટીઝર મુજબ, આ બાઇક સંપૂર્ણ રીતે ઓફ-રોડ ડ્રાઇવિંગ માટે બનાવવામાં આવી છે. ખરાબ રસ્તા પર પણ તે સ્પીડ સાથે સારી રીતે કન્ટ્રોલમાં આવતી જોવા મળી રહી છે. KTMએ તાજેતરમાં જ હાયર સ્પેસિફિકેશન 890 એડવેન્ચર R અને 890 એડવેન્ચર R રેલીની ડિટેલ્સ જાહેર કરી હતી.

View this post on Instagram

Stay tuned! October 19th, 2020 #KTM #ReadyToRace #GoAdventure

A post shared by KTM (@ktm_official) on Oct 14, 2020 at 8:57am PDT

ન્યૂ સેલેરિયોનું લોન્ચિંગ

જેઓ મારુતિના ઓછા બજેટની હેચબેક સેલેરિયોના નવાં મોડેલની રાહ જોઈ રહ્યા હતા, તેમને હજી થોડી વધુ રાહ જોવી પડશે. સેલેરિયોનું નવું મોડેલ હવે વર્ષ 2021માં લોન્ચ કરવામાં આવશે. અગાઉ દિવાળી પર તેનું લોન્ચિંગ થવાની ધારણા હતી. કંપનીનું કહેવું છે કે સપ્લાયમાં વિલંબના કારણે તેણે આ લોન્ચિંગ પોસ્ટપોન રાખ્યું છે. ન્યૂ સેકન્ડ જનરેશનવ સેલેરિયોના ઇન્ટિરિયર અને એક્સટિરિયરમાં અનેક ફેરફાર જોવા મળશે. તેમજ, તે 1.0-લિટર અને 1.2-લિટર પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો