ન્યૂ લોન્ચ / હીરોએ બાઇક લવર્સ માટે નવી ટેક્નિક લોન્ચ કરી, હવે હંમેશાં મોબાઇલ બાઇક સાથે કનેક્ટેડ રહેશે

Hero launched new technology for bike lovers, mobile will now always be connected to bike
Hero launched new technology for bike lovers, mobile will now always be connected to bike

Divyabhaskar.com

Feb 13, 2020, 11:11 AM IST

ઓટો ડેસ્કઃ હીરો મોટોકોર્પે તેના ગ્રાહકોનો રાઇડિંગ એક્સપિરિયન્સ વધુ સારો બનાવવા માટે એક નવી ક્લાઉટ બેઝ્ડ મોબાઇલ એપ લોન્ચ કરી છે. હીરો કનેક્ટના નામથી લોન્ચ કરવામાં આવેલી આ નવી ટેક્નિક હવે બાઇક રાઇડરના અનુભવને વધુ સારો અને મોડર્ન બનાવશે. કંપનીએ આ નવી સર્વિસની કિંમત 4,999 રૂપિયા નક્કી કરી છે.

આ નવી ક્લાઉટ બેઝ્ડ ટેક્નોલોજી પ્રારંભિક તબક્કામાં કંપનીની ફેમસ બાઇક્સ Xpulse 200, Pleasure+, Passion XPRO અને HF Deluxe માટે કામ કરશે. આ ક્લાઉટ બેઝ્ડ સોલ્યુશન ટેક્નિક ટૂંક સમયમાં અન્ય બાઇક્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે.

હીરો કનેક્ટની મદદથી રાઇડર બાઇકનું લાઇવ ટ્રેકિંગ કરી શકશે. એટલે કે, બાઇક ક્યાં છે અને કઈ જગ્યાએ પાર્ક કરવામાં આવી છે તે શોધવામાં હવે સરળતા રહેશે. આ ઉપરાંત, આ સર્વિસ ટોપલ અલર્ટ, ટૂ વે અલર્ટ, સ્પીડ અલર્ટ વગેરે જેવી સુવિધાઓ પણ પ્રદાન કરશે. આ સર્વિસમાં રાઇડિંગ બિહેવિયર પણ એનાલાઇઝ કરવામાં આવશે. એટલે કે, રાઇડરની ડ્રાઇવિંગ સ્ટાઇલને ધ્યાનમાં રાખીને આ સર્વિસ વધુ સારું પર્ફોર્મન્સ આપશે.

કંપની XPulse 200 પહેલી એવી બાઇક છે જેમાં કનેક્ટિવિટી ફીચર સામેલ કરવામાં આવ્યું છે. અત્યારે આ સર્વિસ નોઇડા, દિલ્હી અને પુણેની સિલેક્ટેડ ડીલરશિપ પર અવેલેબલ હશે. આ સાથે જ કંપની એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન પણ આપી રહી છે. કંપની ટૂંક સમયમાં જ અન્ય દેશોમાં પણ તેને લોન્ચ કરશે. આ ટેક્નિકને ઉપયોગમાં લાવવા કંપની બાઇકમાં એક ઇનબિલ્ટ સિમ કાર્ડ ઇન્સ્ટોલ કરશે, જેનાથી હંમેશાં રાઇડરનો મોબાઇલ બાઇક સાથે કનેક્ટેડ રહેશે.

કોઇપણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આ મોબાઇલ એપ ગ્રાહક દ્વારા રજિસ્ટર કરવામાં આવેલા ઇમરજન્સી નંબર પર ટેક્સ્ટ મેસેજ મોકલશે. જો કોઈ દુર્ઘટના ઘટે તો મેસેજ સાથે જ લોકેશન પણ શેર થઈ જશે. આ સિવાય, રાઇડર તેની છેલ્લાં 4 મહિનાની ટ્રિપ પણ ચેક કરી શકશે. આ એપના માધ્યમથી ટોટલ રાઇડિંગ કિલોમીટર, રૂટ અને અન્ય ટેક્નિકલ ઇન્ફોર્મેશન પણ મેળવી શકાશે.

X
Hero launched new technology for bike lovers, mobile will now always be connected to bike
Hero launched new technology for bike lovers, mobile will now always be connected to bike

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી