તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હીરોએ ફર્સ્ટ BS-6 માન્ય સ્કૂટર પ્લેઝર પ્લસ 110 FI લોન્ચ કર્યું, કિંમત 54,800 રૂપિયા

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ઓટો ઇન્ડસ્ટ્રીમાં BS-6 એમિશન નોર્મ્સને ધ્યાનમાં રાખતા એક પછી એક કંપનીઓ તેમના વ્હીકલને અપગ્રેડ કરી રહી છે, જેમાં હીરોએ પણ તેનું ફર્સ્ટ સ્કૂટર પ્લેઝર પ્લસ 110 FI BS-6 એન્જિનમાં અપડેટ કરી દીધું છે. આ સ્કૂટરની પ્રારંભિક કિંમત 54,800 રૂપિયા છે, જે તેના સેલ્ફ સ્ટાર્ટ મોડેલ વિથ સ્ટીલ વ્હીલ વર્ઝનની કિંમત છે. તેના એલોય વ્હીલ મોડેલની કિંમત 56,800 રૂપિયા છે. આ ભારતનું સૌથી અફોર્ડેબલ BS-6 સ્કૂટર પણ બની ગયું છે. જો કે, આ કંપનીની ત્રીજી BS-6 પ્રોડક્ટ છે. અગાઉ કંપની BS-6 HF ડીલક્સ અને સ્પ્લેન્ડર iSmart પણ લોન્ચ કરી ચૂકી છે. ઇન્ડિયન માર્કેટમાં આ સ્કૂટરની ટક્કર તાજેતરમાં જ 67,911 રૂપિયામાં લોન્ચ થયેલા BS-6 TVS જ્યુપિટર અને 63.912 રૂપિયાની કિંમતે લોન્ચ થયેલા BS-6 હોન્ડા એક્ટિવા સાથે થશે.
 

10% વધુ ફ્યુલ એફિશિયન્ટ
કંપનીએ જણાવ્યું કે, તેને જયપુર સ્થિત હીરોના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હબ - ધ સેન્ટર ઓફ ઇનોવેશન એન્ડ ટેક્નોલોજીમાં ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યું છે. BS-6 પ્લેઝર પ્લસ 110 FIમાં એડવાન્સ્ડ એક્સેન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તેની એફિશિયન્સી અને એક્સિલરેશનમાં 10%નો વધારો થયો છે.
 

6 કલર ઓપ્શનમાં અવેલેબલ
આ સ્કૂટરની ડિઝાઇનમાં ખાસ ફેરફાર કરવામાં નથી આવ્યો. પરંતુ તેમાં ક્રોમ ટ્રિટેડ હેડલેમ્પ સરાઉન્ડ, સાઇડ એક્સન્ટ અને 3D ક્રોમ લોગો જોવા મળશે. આ 7 કલર ઓપ્શનમાં આવશે, જેમાં મેટ રેડ, મેટ ગ્રીન, મેટ એક્સિસ ગ્રે, ગ્લોસી બ્લેક, ગ્લોસી બ્લુ, ગ્લોસી વ્હાઇટ અને ગ્લોસી રેડ સામેલ છે. 110ccનું BS-6 એન્જિન 7000rpm પર 8PS પાવર અને 5500rpm પર 8.7Nmનો ટોર્ક જનરેટ કરે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો