• Home
  • Utility
  • Automobile
  • Hero Electric's special offer, take the scooter home for free and if you don't like it after purchase, return it within three days

સ્કીમ / હીરો ઇલેક્ટ્રિકની સ્પેશિયલ ઓફર, સ્કૂટર ફ્રીમાં ઘરે લઈ જાઓ અને જો ખરીદ્યા બાદ પસંદ ન આવ્યું તો ત્રણ દિવસની અંદર પરત કરો

X

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 03:12 PM IST

દિલ્હી. દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ઓટોમોબાઇલ કંપનીઓ પ્રયત્નમાં લાગી છે. આ ક્રમમાં હીરો ઇલેક્ટ્રિકે તાજતેરમાં જ નવા અને વર્તમાન બંને ગ્રાહકો માટે Be a bike buddy રેફર સ્કીમ જાહેર કરી છે. આ નવી સ્કીમ હેઠળ, હીરો ઇલેક્ટ્રિકે કોઇપણ સ્કૂટર ખરીદનાર ગ્રાહક 2 હજાર રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકે છે. આ ઉપરાંત, જો કોઈ ગ્રાહક વર્તમાન હીરો ઇલેક્ટ્રિક બાઇકના માલિક દ્વારા રેફર કરવામાં આવે તો તે 2 હજાર રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

સ્કૂટર પર મેક્સિમમ 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
હીરો ઇ-બાઇકની ખરીદી પર મેક્સિમમ 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, કંપની હીરો ઇલેક્ટ્રિક સ્કૂટરને બુક કરનાર 50મા ગ્રાહકને Glyde ઇલેક્ટ્રિક સ્કૂટર ફ્રીમાં આપી રહી છે. આ દરેક સ્કીમ વર્તમાનમાં Flash lead acid low speed અને Glyde E-Scootને છોડીને હીરો ઇલેક્ટ્રિકના તમામ વ્હીકલ્સ પર લાગુ છે અને તેનો લાભ 15 જુલાઈ સુધી ઉઠાવી શકાય છે.

સ્કૂટર 3 દિવસની અંદર પરત કરી શકાશે
આ સ્કીમ વિશે કંપનીએ સાથે એમ પણ જણાવ્યું કે, હીરો ઇલેક્ટ્રિક તરફથી કહેવામાં આવ્યું છે કે જો ગ્રાહક સ્કૂટર બુક કર્યાના 3 દિવસની અંદર તેને પરત કરવા માગતા હશે તો તે છૂટ પણ આપવામાં આવશે. તેમજ, ગ્રાહકને સ્કૂટર પરત આપવા માટે અથવા સ્કૂટર કેન્સલ કરવા માટે કોઈ સવાલ પણ પૂછવામાં નહીં આવે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી