• Home
  • Utility
  • Automobile
  • Hero discontinued old Splendor and HF Deluxe bikes, soon the BS 6 variants of these bikes will arrive

બંધ / હીરોએ જૂની સ્પ્લેન્ડર અને HF ડીલક્સ બાઇક્સ બંધ કરી, ટૂંક સમયમાં આ બાઇક્સનાં BS-6 વેરિઅન્ટ આવશે

Hero discontinued old Splendor and HF Deluxe bikes, soon the BS-6 variants of these bikes will arrive

Divyabhaskar.com

Nov 30, 2019, 10:30 AM IST

ઓટો ડેસ્કઃ ટૂ-વ્હીલર બનાવતી પ્રખ્યાત ઓટોમોબાઇલ કંપની હીરો મોટોકોર્પે તેનાં BS-4મોડલ્સનાં 50થી વધુ વેરિઅન્ટ્સનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. કંપનીએ જે ટૂ-વ્હીલરનું પ્રોડક્શન બંધ કર્યું છે તેમાં હીરો સ્પ્લેન્ડર, HF ડીલક્સ, ગ્લેમર અને પ્લેઝર સ્કૂટર સામેલ છે. રિપોર્ટ અનુસાર, ડીલર્સશિપને આ નિર્ણયની જાણ કરવામાં આવી છે. આ 4 પ્રોડક્ટ્સનું પ્રોડક્શન બંધ થવાની સાથે જ ડિલરશિપમાં આ મોડલ્સ સ્ટોક હશે ત્યાં સુધી જ મળશે. હીરો સ્પ્લેન્ડર અને HF ડીલક્સ બંને કંપનીની મંથલી સેલ્સમાં 4.5 લાખ યૂનિટ્સ કરતાં વધુ ભાગીદારી રહી છે. કંપની ટૂંક સમયમાં આ બાઇક્સનાં BS-6 વેરિઅન્ટ લાવશે.

અન્ય BS-4 વ્હીકલ્સ પણ ટૂંક સમયમાં બંધ થશે
રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ વચગાળાની કાઉન્સિલની પણ રચના કરી છે, જે કંપનીના BS-6 એમિશન નોર્મ્સ કંપનીના ટ્રાન્ઝિશનનું નિરીક્ષણ કરશે. હીરો મોટોકોર્પ ટૂંક સમયમાં તેના BS-4 વ્હીકલ્સને બંધ કરશે. વચગાળાની કાઉન્સિલમાં હીરોની લીડરશિપ ટીમ સામેલ છે અને તે 13 ડિસેમ્બરથી કાર્યરત થશે. આ કાઉન્સિલ 31 માર્ચ 2020ના નિર્ધારિત સમય પૂર્વે સંપૂર્ણ ઇન્વેન્ટરી સાથે BS-4થી BS-6માં માઇગ્રેટ થવામાં સેલ્સ અને આફ્ટર-સેલ્સ ટીમને ગાઇડ અને સપોર્ટ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવશે.

X
Hero discontinued old Splendor and HF Deluxe bikes, soon the BS-6 variants of these bikes will arrive
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી