લોન્ચ:ફ્રન્ટ USB ચાર્જરની સાથે હીરો ડેસ્ટિની 125 XTEC લોન્ચ, કિંમત રૂ. 79,990; જાણો તેના ફીચર્સ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હીરો મોટોકોર્પે ભારતમાં નવું સ્કૂટર ડેસ્ટિની 125 XTEC લોન્ચ કર્યું. આ સ્કૂટર LED હેડલેમ્પ, એડવાન્સ રેટ્રો ડિઝાઈન અને ક્રોમ એલિમેન્ટની સાથે આવે છે. તેને નવા નેક્સસ બ્લૂ કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં i3S ટેક્નોલોજી, ફ્રન્ટ USB ચાર્જર, કોલ અને SMS અલર્ટની સાથે બ્લુટુથ કનેક્ટિવિટી, ડિઝી એનાલોગ સ્પીડોમીટર, સાઈડ-સ્ટેન્ડ એન્જિન કટ ઓફ અને સીટ બેકરેસ્ટ જેવા ફીચર્સ મળશે.

ડેસ્ટિની 125 XTECના મિરર પર પ્રીમિયમ ક્રોમ એલિમેન્ટ્સ, મફલર પ્રોટેક્ટર અને હેન્ડલબાર છે. તેમાં આપવામાં આવેલ 'XTEC' બેઝિંગ, ડ્યુઅલ ટોન સીટ અને રંગીન ઈનર પેનલ સ્કૂટરને શાનદાર લુક આપે છે.

ડેસ્ટિની 125 XTECની કિંમત
તેના STD વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 69,900 રૂપિયા છે. ડેસ્ટિની 125 XTECની એક્સ-શોરૂમ કિંમત 79,990 રૂપિયાથી શરૂ થાય છે. હીરો મોટોકોર્પની સ્ટ્રેટજી અને ગ્લોબલ પ્રોડક્ટ પ્લાનિંગના પ્રમુખ માલો લે મેસને જણાવ્યું કે સ્કૂટરમાં ઘણી નવી ટેક્નોલોજી અને સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે.

હીરો ડેસ્ટિની 125 XTECમાં 124.6cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ ઈન્જેક્ટેડ એન્જિન છે જે ડેસ્ટિનીના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં મળે છે. તે 9hp પાવર અને 10.4Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને CVT સાથે જોડવામાં આવ્યું છે.