અપકમિંગ / હીરો કંપનીનું મોસ્ટ અવેઇટેડ બાઈક 'Splendor iSmart110'નું BS6 મોડેલ લોન્ચ થશે

Hero company's most awaited bike 'Splendor iSmart110' launches BS6 model

  • 'Splendor iSmart110'નું BS6 મોડેલ લોન્ચ કરવાની તૈયારીમાં
  • સ્પ્લેન્ડર આઈસ્માર્ટ 110ની કિંમત અત્યારના મોડલ કરતાં 12-15 ટકા વધારે હશે
  • અત્યારે આ બાઈકની શરૂઆતી કિંમત 56,280 રૂપિયા છે

Divyabhaskar.com

Sep 07, 2019, 07:19 PM IST

ઓટો ડેસ્ક. Hero MotoCorp પોતાની પોપ્યુલર બાઈક 'Splendor iSmart110'નું BS6 મોડેલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ બાઈક કંપનીનું પહેલું BS6 મોડેલ હશે. નવી સ્પ્લેન્ડર હીરોની ડીલરશિપ માટે ડિસ્પેચ શરૂ થઈ ગયું છે. અત્યારે ટ્રેનિંગ અને બાઈક સાથે જોડાયેલી અન્ય જાણકારી તમામ ડીલરો સુધી પહોંચાડવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં આ બાઈક માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

BS6 (ભારત સ્ટેજ 6) સ્પ્લેન્ડર આઈસ્માર્ટ 110ની કિંમત અત્યારના મોડલ કરતાં 12-15 ટકા વધારે હશે. યાને કે આ નવી બાઈકની કિંમત અંદાજે 6-7 હજાર રૂપિયા વધારે હશે. અત્યારે આ બાઈકની શરૂઆતી કિંમત 56,280 રૂપિયા છે.

હીરો મોટોકોર્પે જૂનમાં આ બાઈક માટે ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેક્નોલોજી (ICAT)થી BS6 સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હતું. તેની સાથે આ BS6 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર દેશની પહેલી ટૂ-વ્હીલર કંપની બની ગઈ છે. BS6 સ્પ્લેન્ડર આઈસ્માર્ટ 110ને જયપુર, રાજસ્થાન સ્થિત કંપનીનાં રિસર્ચ અને ડેવલપમેન્ટ હબ સેન્ટર ઓફ ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી (CIT)માં ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે. BS6 એમિશન નોર્મ્સ એપ્રિલ 2020થી લાગુ થશે.

પાવર
5,500rpm પર 9Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 4-સ્પીડ ગિઅરબોક્સથી સજ્જ છે. BS6 સાથેના આ મોડેલનો પાવર આઉટપુટ અત્યારના મોડલ જેટલો જ હોય તેવી સંભાવના છે.

X
Hero company's most awaited bike 'Splendor iSmart110' launches BS6 model
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી