અપકમિંગ / Heliaએ નવી 4 સીટર ઇલેક્ટ્રિક કાર રજૂ કરી, ઇલેક્ટ્રિક કિટલી ચાર્જ થાય એટલા સમયમાં કાર ફુલ ચાર્જ થઈ જશે

Helia introduces new 4 seater electric car

Divyabhaskar.com

Nov 07, 2019, 12:09 PM IST

ઓટો ડેસ્કઃ દુનિયાભરમાં ઇલેક્ટ્રિક કાર્સને લઇને નિતનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. એકબાજુ લોકપ્રિય ઓટોમોબાઇલ કંપનીઓ હાઇ રેન્જવાળી ગાડીઓ રજૂ કરી રહી છે ત્યાં બીજીબાજુ અનેક સ્ટાર્ટઅપ્સ પણ આ દિશામાં કાર્યરત છે. તાજેતરમાં જ કેમ્બ્રિજ યુનિવર્સિટીના 20 વિદ્યાર્થીઓની એક ટીમે Helia નામની ઇલેક્ટ્રિક કાર બનાવી છે. આ ટીમનો દાવો છે કે, આ કાર સિંગલ ચાર્જમાં 900 કિમી સુધીનું અંતર કાપી શકે છે.

આ કારની ખાસ વાત એ છે કે, આ કાર ચાર્જ થવા માટે ફક્ત એક ઇલેક્ટ્રિક કિટલી ચાર્જ થવા સમાન ઊર્જાનો ઉપયોગ કરે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇકો રેસિંગ સોસાયટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી આ કારે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં આયોજિત થનારા વર્લ્ડ સોલર ચેલેન્જમાં પણ ભાગ લીધો હતો.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાર 2500 વોલ્ટ્સમાં કલાક દીઠ 80 કિમી ઝડપ પકડી શકે છે. આ ઉપરાંત, આ કાર સિંગલ ચાર્જમાં 900 કિમી સુધી સરળતાથી ચાલી શકે છે. 4 સીટવાળી આ કાર દુનિયાની લોકપ્રિય કાર ટેસ્લા મોડલ 3 કરતાં ઘણી સસ્તી છે અને આ તેના કરતા વધારે પાવર આઉટપુટ આપે છે.

Heliaની બોડી પેનલ અને ચેસિસ કાર્બન ફાયબરમાંથી બનાવવામાં આવી છે, જેના કારણે તેનું વજન 550 કિલો છે. ઓછાં વજનના કારણે આ કાર ઓછી ઊર્જામાં લાંબું અંતર કાપી શકે છે. આ ઉપરાંત, આ કારને ઇલેક્ટ્રિક ચાર્જર સાથે કારની છત પર લાગેલી સોલર પેનલથી પણ ચાર્જ કરી શકાય છે.

X
Helia introduces new 4 seater electric car
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી