ઇનોવા એ ભારતીય બજારમાં ઓટોમેકરની બ્રેડ અને બટર ઓફર બની રહી છે અને નવા મોડેલ અપગ્રેડ સાથે તે એક સંપૂર્ણ નવી કારમાં રૂપાંતરિત થવાની તૈયારીમાં છે. આગામી ટોયોટા ઇનોવા હાઇક્રોસ માત્ર ફ્રેશ સ્ટાઇલિંગ સાથે જ નથી આવતી પણ તે ટોયોટા ફોર્ચ્યુનર અને જાપાનીઝ કાર બ્રાન્ડની અન્ય SUVથી ભારે પ્રભાવિત છે. આ કારમાં ઘણી અદ્યતન ટેકનોલોજી અને ફીચર્સ છે. હાલ ટોયોટા ઇનોવા હાઇક્રોસનું ટીઝર લોન્ચ કર્યું છે અને આ કાર 25 નવેમ્બરનાં રોજ લોન્ચ થઈ શકે.
ઓટોમેકરે નવી ટોયોટા ઇનોવા હાઇક્રોસની ફ્રન્ટ ગ્રિલ, હેડલેમ્પ્સ, હૂડ, સાઇડ પ્રોફાઇલ અને રિયરની ડિઝાઇન જાહેર કરી દીધી છે. આ MVP સંપૂર્ણપણે નવા ચેસિસ પર આધારિત હશે, જે વધુ સારી રાઇડ ગુણવત્તા અને વધુ સલામતી પૂરી પાડશે તેવી અપેક્ષા છે. તેની કેબિનને પણ ટીઝરમાં દેખાડવામાં આવી છે, જેમાં કેટલાક ડિઝાઇન એલિમેન્ટ્સ બહાર આવ્યા છે. આ ઈન્ટીરિયરમાં સ્પોર્ટી અને પ્રીમિયમ ગ્રે કલર થીમ, પેનોરેમિક સનરૂફ, ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર વગેરેનો સમાવેશ થાય છે.
આનો અર્થ એ થયો કે, ઇનોવા હાઇક્રોસ ADAS ફીચર સાથે ભારતમાં પ્રથમ ટોયોટા કાર બનશે, તેવી સંભાવના છે. અનુકૂલનશીલ ક્રૂઝ કંટ્રોલ, લેન કીપ આસિસ્ટ, ફોરવર્ડ કોલિઝન એવડેન્સ અને લેન ડિપાર્ચર વોર્નિંગ જેવી સલામતી સુવિધાઓનો સમાવેશ કરી શકાય છે. જ્યારે હાઇબ્રિડ MPV આવતા અઠવાડિયે લોન્ચ થવાની તૈયારીમાં છે, ત્યારે કિંમતો પછીની તારીખે જાહેર કરવામાં આવશે.
પાવરટ્રેન વિશે વાત કરીએ તો આગામી ટોયોટા ઇનોવા હાઇક્રોસ ફક્ત પેટ્રોલ વેરિઅન્ટમાં મળશે. આ કારમાં પેટ્રોલ એન્જિન સાથે ઇલેક્ટ્રિક મોટર પણ મળશે. હાઇબ્રિડ ટેક્નોલોજી હળવી હશે કે મજબૂત હશે તેની પુષ્ટિ થઈ નથી. રસપ્રદ વાત એ છે કે, ટોયોટા ઈનોવા ક્રિસ્ટા પણ હાલમાં ફક્ત પેટ્રોલ વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ છે, કારણ કે ઓટોમેકરે ડીઝલ વેરિઅન્ટ માટે બુકિંગ મેળવવાનું બંધ કરી દીધું છે. કારની ઘણી વિગતો પહેલાથી જ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે લોકો આ કાર લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.