અપકમિંગ / રોયલ એન્ફિલ્ડને ટક્કર આપવા હાર્લી ડેવિડસન સૌથી સસ્તી બાઇક લાવી રહી છે, 338ccનું એન્જિન મળશે

Harley Davidson brings cheapest bike to compete with Royal Enfield

Divyabhaskar.com

Jan 15, 2020, 10:21 AM IST

ઓટો ડેસ્કઃ અમેરિકન ઓટોમોબાઇલ કંપની હાર્લી ડેવિડસન ઇન્ડિયન માર્કેટ માટે એક નવી ઓછી કેપેસિટી ધરાવતી બાઇક રજૂ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. કંપનીની આ નવી એન્ટ્રી લેવલ બાઇક 338cc એન્જિન સાથે વર્ષ 2020ના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

આ બાઇકને લઇને એક પ્રેઝન્ટેશન રિપોર્ટ લીક થયો છે. આ રિપોર્ટ અનુસાર, બાઇકને હાર્લી ડેવિડસન અને ચીનની કંપની Qiangjiang બંનેના સહયોગથી તૈયાર કરવામાં આવશે. ચીનની કંપની Qiangjiang બેનેલીની પેરેન્ટ કંપની પણ છે. તેથી, એ વાતનો અંદાજ લગાવી શકાય કે હાર્લી ડેવિડસનની આ અપકમિંગ 338ccની બાઇકમાં પાવરટ્રેન, ચેસિસ અને ફીચર્સ ઇટાલિયન બ્રાંડ બેનેલીના આપવામાં આવી શકે છે.

નવી હાર્લી ડેવિડસન 338cc બાઇકને ચીનમાં જ બનાવવામાં આવશે અને ભારત સહિત દુનિયાભરના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવશે. આ નવી બાઇકમાં બેનેલી 302Sમાં મળનારા એન્જિનનો પ્રયોગ કરવામાં આવી શકે છે. કરન્ટ 302Sમાં 300cc પેરેલલ ટ્વીન એન્જિનનો પ્રયોગ કરવામાં આવે છે, જે 37.5bhp પાવર અને 25.6Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવશે. જો કે, હજી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

આ બાઇકની કિંમત વિશે પણ હજી કોઈ જાણાકારી નથી મળી. પરંતુ ઓટો એક્સપર્ટ્સનું માનવું છે કે, કંપની આ બાઇકની કિંમત 3થી 3.5 લાખ રૂપિયા વચ્ચે નક્કી કરી શકે છે. તેમજ, હાર્લીની આ એન્ટ્રી લેવલ બાઇક ભારતમાં લોન્ચ થયાં બાદ રોયલ એન્ફિલ્ડ 350, જાવા મોટરસાઇકલ અને બેનેલી ઇમ્પિરિયલ 400ને ટક્કર આપશે.

X
Harley Davidson brings cheapest bike to compete with Royal Enfield

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી