ઇન્દોર આવી દેશની બીજી સુપર કાર:હાથથી બનાવે છે બ્લેક બૈજ ઘોસ્ટના પાર્ટ્સ, 4.6 સેકન્ડમાં જ પકડી લે છે 100 કિ.મી.ની સ્પીડ

4 મહિનો પહેલા

બ્રિટિશ લક્ઝરી ઓટો નિર્માતા કંપની રોલ્સ રોયસની નવી સુપર લક્ઝરી કાર બ્લેક બૈજ ઘોસ્ટને કંપનીએ શનિવારે ઇન્દોરમાં લોન્ચ કરી હતી. આ કાર કંપની દ્વારા તેના પ્રીમિયમ ગ્રાહકોની માગ પર ઇન્દોર લાવવામાં આવી છે. આ કારને વૈશ્વિક સ્તરે 22 એપ્રિલે લોન્ચ કરવામાં આવી હતી. જે પછી યૂનાઈટેડ કિંગડમ (યુકે)થી તૈયાર થયા બાદ આ કાર દિલ્હીમાં આવી હતી અને ત્યારબાદ તેને ઈન્દોર લાવવામાં આવી હતી. તેના મોટા ભાગના પાર્ટસ હાથથી બનેલા છે. આ ગાડીની કિંમત 14.25 કરોડ રૂપિયાની આસપાસ છે. આ ગાડી 40,000થી પણ વધુ કલર ઓપ્શનમાં મળે છે. ગ્રાહકોની માગ પર રોલ્સ રોયસ બ્લેક બૈજ ઘોસ્ટ કારને ઇન્દોર મોકલવામાં આવી છે. આ કાર આંખના પલકારામાં માત્ર 4.6 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ સુપર લક્ઝરી કારની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાકની છે. ઈન્દોરની રોલ્સ રોયસ બ્લેક બૈજ ઘોસ્ટ ભારતમાં આવેલી બીજી કાર છે. કંપનીએ અત્યાર સુધીમાં માત્ર બે જ કાર ભારત મોકલી છે.

પરફોર્મન્સ માટે માટે લો ડ્રાઇવિંગ મોડ
બ્લેક બૈજ ઘોસ્ટ તૈયાર કરનારી એન્જિનિયરિંગ ટીમે તેની ડ્રાઇવિંગ સુધારવા માટે એક સરસ કામ કર્યું છે. આ કારમાં ડ્રાઇવિંગ પરફોર્મન્સ સુધારવા માટે એક નવો લો ડ્રાઇવિંગ મોડ આપવામાં આવ્યો છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લો મોડને એક્ટિવેટ કર્યા બાદ ગિયર શિફ્ટની સ્પીડ 50 ટકા વધી જાય છે. આ સાથે જ આ કારમાં ઓલ વ્હીલ ડ્રાઇવની સાથે સાથે ફોર વ્હીલ સ્ટીયરિંગથી સજ્જ છે.

ગ્રાહકની માગ મુજબની કિંમત
રોલ્સ રોયસ બ્લેક બૈજ ઘોસ્ટને સિગ્નેચર હાઇ-ગ્લોસી બ્લેક પિયાનો ફિનિશ આપવામાં આવ્યું છે. આ સાથે જ ગ્રાહકો કારને પોતાના કલરમાં કસ્ટમાઇઝ કરી શકે છે, તેથી કંપનીએ તેમાં 40 હજાર જેટલા કલર ઓપ્શન આપ્યા છે. કલરની સાથે કંપનીએ આ વખતે કારમાં ઓપ્શનલ એસેસરીઝ અને ઇક્વિપમેન્ટ માટે પણ ઘણા નવા ઓપ્શન આપ્યા છે. આ કારની કિંમત ગ્રાહકની જરૂરિયાતો અને પસંદગીઓ અનુસાર બદલાશે.

6.75 લિટરનું V-12 સુપર એન્જિન
રોલ્સ રોયસે બ્લેક બૈજ ઘોસ્ટ કારમાં 6.75 લિટર V-12 એન્જિનનો ઉપયોગ કર્યો છે. તે 600 PS નો પાવર અને 900 NMનો ટોર્ક જનરેટ કરે છે. આ પાવર સ્ટાન્ડર્ડ કાર કરતા લગભગ 29hp અને 50Nm વધારે છે. આ સાથે જ એન્જિનમાં બે-સ્પોક ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે કારમાં થ્રોટલ ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ થશે. બ્લેક બૈજ ઘોસ્ટમાં 21 ઇંચના કાર્બન ફાઇબર એલોય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઇન્ટીરિયર પર સ્પેશિયલ કામ
આ સુપર લક્ઝરી કારમાં બ્લેક ક્રોમ ફિનિશ્ડ સ્પિરિટ ઑફ એક્સ્ટસી અને પેન્થિઓન ગ્રિલ છે. કારની આ સીટો પર ફાઇબર વોટરફોલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારમાં 2mmની સાઇઝના 90 હજારથી વધુ લેસર ડોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ રોલ્સ રોયસે કારમાં મોટા એર સ્પ્રિંગ્સ લગાવ્યા છે, તેને બોડી રોલને ઘટાડવા માટે બનાવવામાં આવી છે.

એક વર્ષમાં એક જ કાર બને છે
રોલ્સ રોયસની આ કાર સંપૂર્ણપણે હાથથી બનેલી છે. ઇન્દોર આવેલા કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગ્રાહક દ્વારા કાર બુક કરાવ્યા બાદ તેને ગ્રાહકના મત મુજબ ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં એક વર્ષથી વધુ સમય લાગે છે. આ કારના મોટાભાગના પાર્ટ્સ હાથથી બનાવવામાં આવ્યા છે. આ કારમાં ફિનિશિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

એક્સટીરિયર ડિઝાઇનમાં હસ્ત કારીગરી
આ કારનો બહારનો ભાગ ખૂબ જ રોયલ રીતે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં હસ્ત કારીગરી વધુ પડતી જોવા મળે છે. દુનિયાની તમામ રોલ્સ રોયસ કાર પર બહારની બાજુએ બંને બાજુ કોચ લાઇન બનાવવામાં આવી છે. આ કોચ પોતાના હાથથી માર્ક કોર્ટસ લાઇન તૈયાર કરે છે. માર્ક દુનિયાનો એકમાત્ર એવો વ્યક્તિ છે, જેના ખભા પર આ જવાબદારી છે. આ પેઈન્ટિંગ દરમિયાન તેમની ભૂલ થવાની કોઈ શક્યતા જ નથી, કારણકે તે હાથથી જ કરવી પડે છે અને આ ભૂલને સુધારવા માટેનો બીજો કોઈ રસ્તો પણ નથી.

બ્લેક બૈજ ઘોસ્ટ આ માટે રાખ્યું નામ
રોલ્સ રોયસની તમામ કારનું નામ ભૂતોના નામ પર રાખવામાં આવ્યું છે. ભૂતના નામ આપવા પાછળનું કારણ લોકોને ખુબ જ અજીબ લાગશે. આની પાછળ કંપનીના અધિકારીઓ એવું તર્ક આપે છે કે, કારના એન્જિનનો અવાજ ખૂબ જ ઓછો છે અને જ્યારે આ કાર ચાલે છે, ત્યારે તે ખૂબ જ શાંત હોય છે. આ કારને એકદમ શાંત બનાવવામાં આવી છે એટલે કે આ કારની અંદર કોઈપણ બાહ્ય અવાજ સંભળાતો નથી.

કારની કોઈ નિશ્ચિત કિંમત નથી
જ્યારે કંપનીના અધિકારીઓને કારની કિંમત વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, રોલ્સ રોયસ કારની કોઈ એક નિશ્ચિત કિંમત નથી, કારણકે રોલ્સ રોયસની આ કારને ગ્રાહકો પોતાના પ્રમાણે કસ્ટમાઇઝ કરે છે. આ કાર કોઇ ગ્રાહક માટે 5 કરોડ રૂપિયામાં ડિઝાઇન કરવામાં આવે છે તો કોઇ માટે આ કાર 15 કરોડ રૂપિયા સુધી તૈયાર કરીને આપવામાં આવે છે.

બોનેટ પર લગાવવામાં આવેલા લોગોની એક વિશેષ વાત છે ​​​​​​​
રોલ્સ રોયસના બોનેટ પર ઉડતા વ્યક્તિનો લોગો લગાવવામાં આવ્યો છે, જેને Spirit of Ecstasy કહેવામાં આવે છે. આ લોગો વર્ષ 1911માં બનાવવામાં આવ્યો હતો. અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, કોઈપણ અકસ્માત સમયે લોગો આપોઆપ જ અંદર તરફ ખસી જાય છે. એવું કંપની આ લોગોના સન્માનમાં કરે છે.