તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેઘા કાપડિયા, અમદાવાદઃ ઓટોમોબાઇલ સેક્ટરમાં દિવસે ને દિવસે ઇલેક્ટ્રિક બાઇક્સનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. દેશમાં પ્રખ્યાત કંપનીઓની સાથે સ્ટાર્ટઅપ્સે પણ આ સેગમેન્ટમાં પોતાની હાજરી નોંધાવી છે. અમદાવાદની નવી સ્ટાર્ટઅપ કંપની ગ્રીનવોલ્ટ મોબિલિટીએ હવે નવી ઇલેક્ટ્રિક બાઇક ‘મેન્ટિસ’ લોન્ચ કરી છે. કંપનીના CEO સાર્થક બક્ષીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે થયેલી વાતચીત દરમિયાન આ બાઇકની કેટલીક ખાસ વાતો શેર કરી. આ બાઇકની સૌથી ખાસ વાત એ છે કે આ બાઇક ડ્રાઇવ કરવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નહીં પડે.
ડિલિવરી 15 ડિસેમ્બરથી શરૂ
આ ઇલેક્ટ્રિક બાઇકને ‘નો ચલણ’ બાઇક પણ કહેવામાં આવી રહી છે. એટલે કે જો ડ્રાઇવિંગ લાઇસન્સ, PUC કે રજિસ્ટ્રેશન નહીં હોય તો પણ આ બાઇક ચલાવી તો પોલીસ દ્વારા કોઈ ચલણ કાપવામાં નહીં આવે. કંપની દ્વારા આ બાઇકની કિંમત 35,000 રૂપિયા રાખવામાં આવી છે. જેનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. આ અંગે વાત કરતા ગ્રીનવોલ્ટ મોબિલિટી કંપનીના CEO સાર્થક બક્ષીએ કહ્યું કે, ‘અત્યાર સુધી 100થી વધુ મેન્ટિસ બાઇક્સનું બુકિંગ થઈ ગયું છે. તેની ડિલિવરી 15 ડિસેમ્બરથી શરૂ થવાની છે. આ બાઇકની ખરીદી પર 31મી ડિસેમ્બર સુધી સ્ટુડન્ટને 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.’ 999 રૂપિયા આપીને આ બાઇક બુક કરાવી શકાય છે.
ફિલ્મના કેરેક્ટર પરથી નામ પાડ્યું
બાઇકનું નામ મેન્ટિસ કેવી રીતે રાખ્યું એ વિશે વાત કરતા સાર્થક બક્ષીએ જણાવ્યું કે, ‘મેન્ટિસ નામ ‘કુંગ ફુ પાંડા’ ફિલ્મના કેરેક્ટર પરથી રાખવામાં આવ્યું છે. આ કેરેક્ટર ઝડપથી દુશ્મનોને પકડી લેતું હોવાથી બાઇકનું નામ પણ મેન્ટિસ નામ નક્કી કરાયું.’
ફીચર્સ
કંપનીનો દાવો છે કે, આ બાઇક સિંગલ ચાર્જમાં 50 કિમી સુધી દોડી શકે છે. આ ઉપરાંત, તેને ફુલ ચાર્જ થવામાં ફક્ત 2.5 કલાકનો સમય લાગે છે. તેમજ, આ બાઇકની બેટરીને તમે ઘરના કોઇપણ પ્લગમાં ચાર્જ કરી શકો છો. બાઇકમાં કંપનીએ 3.5 કિલોની લિથિયમ આયન બેટરીનો પ્રયોગ કર્યો છે. આ બેટરી રિમૂવેબલ છે અને વજનમાં હલકી હોવાથી તેને સરળતાથી કેરી કરી શકાય છે. બાઇકના ફીચર્સ અંગે સાર્થકે વધુ વાત કરતા જણાવ્યું, ‘સામાન્ય રીતે ઇલેક્ટ્રિક વ્હીકલમાં તેના ટાયર્સમાં મોટર નાખેલી હોય છે. પરંતુ આ બાઇકમાં એન્જિનની જગ્યાએ મોટર નાખી છે. તેથી, જો ટાયર પંક્ચર થાય તો સમસ્યા નહીં આવે. આ બાઇક 5 રૂપિયામાં 50 કિમી ચાલે છે. તેમજ, બાઇક ટોટલી મેડ ઇન ઇન્ડિયા છે.’
લુક
દેખાવમાં આ બાઇક મોપેડ જેવી દેખાય છે. પરંતુ કંપનીએ તેમાં બાઇકના વ્હીલ્સનો ઉપયોગ કર્યો છે. તેની ફ્રેમ સાઇકલ જેવી તૈયાર કરવામાં આવી છે અને ફ્રેમની વચ્ચે ઇલેક્ટ્રિક મોટર પણ વગાવવામાં આવી છે. આ બાઇક સિંગલ સીટર છે અને તેના ફ્રંટમાં હેડલાઇટ પણ આપવામાં આવી છે, જે રાતના સમયે તમને પૂરતી લાઇટ આપે છે. બાઇકની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.