ડિસ્કાઉન્ટ:જીપે કમ્પસ પર યર એન્ડ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું, પાવરફુલ SUV પર ₹3 લાખ સુધીની બચત થશે

2 વર્ષ પહેલા
  • કમ્પસની કિંમત 16.49 લાખ રૂપિયાથી લઇને 27.60 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) વચ્ચે છે
  • જૂની ગાડી એક્સચેન્જ કરવા પર કંપની 50 હજાર રૂપિયા સુધીનું બોનસ આપી રહી છે

જીપ ઇન્ડિયા બહુ લાંબા સમય સુધી વોલ્યૂમ ગ્રોથ કરવા માટે કમ્પસ પર આધારિત છે અને તેણે કેટલીક હદ સિધી તેની વિપરિત અસર કરી છે કારણ કે, કંપની પાસે 20 લાખ રૂપિયા કરતાં ઓછી કિંમતની કોઈ બીજી પ્રોડક્ટ નથી. ફેમસ ઓટો કંપની જીપ આવતા વર્ષે ફેસલિફ્ટેડ કમ્પસ લાવવાની તૈયારીમાં છે અને ત્યારબાદ પાઇપલાઇનમાં કમ્પસ પર બેઝ્ડ 7 સીટર SUV અને એક સબ-4 મીટર SUV પણ છે. જીપ કમ્પસની કિંમત 16.49 લાખ રૂપિયાથી લઇને 27.60 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) વચ્ચે છે.

જીપ કમ્પસઃ ઓફર ડિટેલ્સ

  • વર્ષ પૂરું થવાનું છે અને જીપ નવા ગ્રાહકો માટે કમ્પસ પર છૂટની એક સિરીઝ શોકેસ કરી શકે છે. C-શેગમેન્ટની SUVને 1.80 લાખ રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે અને તેમાં ગવર્મેન્ટ કર્મચારીઓ, ડોકટર્સ અને અન્ય લોકો માટે એક સ્પેશિયલ સ્કીમ સામેલ છે. નવી જીપ કમ્પસ માટે તમારી કારને એક્સચેન્જ કરવા પર 50 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે.
  • કંપની 50,000 રૂપિયા સુધીની ફ્રી એક્સેસરીઝ અને 20 હજાર રૂપિયાના લોયલ્ટ બોનસ સાથે કમ્પસ વેચી રહી છે. ડીઝલ એન્જિનથી સજ્જ કમ્પસ લોન્ગિટ્યુડ પ્લસ વેરિઅન્ટ પર સૌથી વધારે બેનિફિટ આપવામાં આવી રહ્યો છે અને ઉપરનું ડિસ્કાઉન્ટ માત્ર સિલેક્ટેડ વેરિઅન્ટ પર જ લાગુ પડે છે. આ બધાને જોડીને કમ્પસને વધુમાં વધુ 2.50 લાખ રૂપિયાના નફા સાથે 50,000 રૂપિયાની ફ્રી એક્સેસરીઝ વેચવામાં આવી રહી છે.

એન્જિન અને ગિયરબોક્સ ઓપ્શન

  • પર્ફોર્મન્સ માટે 1.4 લિટરનું ફોર સિલિન્ડર ટક્બોચાર્જ્ડ ગેસોલિન મોટર આપવામાં આવી છે, જે 161PS પાવર અને 250Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન જોડવામાં આવ્યું છે.
  • 2.0 લિટર ફોર સિલિન્ડર ડીઝલ એન્જિનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેમાં ટાટા હેરિયર અને MG હેક્ટરનો સમાવેશ થાય છે. પાવરટ્રેન 170PS અને 350Nm પેદા કરે છે અને તેને 6-સ્પીડ મેન્યુઅલ અને 9-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે મેચ કરી શકાય છે. કમ્પસ સાથે ટૂ-વ્હીલ ડ્રાઇવ અને ફોર-વ્હીલ ડ્રાઇવ કોન્ફિગ્રેશન બંને ઓપ્શન અવેલેબલ છે.
અન્ય સમાચારો પણ છે...