સુવિધા:ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા સરકારનું અનોખું પગલું, બેટરી પ્લાન્ટ લગાવનારા લોકોને 33 હજાર કરોડનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં જ કેબિનેટ સામે પ્રસ્તાવ રાખવામાં આવશે
  • મંજૂરી મળી તો આવતા વર્ષે 900 કરોડનું ઇન્સેન્ટિવ મળશે

કેન્દ્ર સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોટું પગલું લેવા જઈ રહી છે. દેશમાં એડવાન્સ્ડ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવનારા લોકોને સરકાર આશરે 4.6 અબજ ડોલર એટલે કે આશરે 33 હજાર કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ આપશે. પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ફ્યુલ પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર આ પગલું ભરશે.

નીતિ આયોગે પ્રસ્તાવ તૈયાર કર્યો રોઇટર્સના એક રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારની થિંક ટેંક નીતિ આયોગે બેટરી બનાવનાર કંપનીઓને ઇન્સેન્ટિવ આપવા અંગે એક દરખાસ્ત તૈયાર કરી છે. દરખાસ્ત મુજબ, જો ઇલેક્ટ્રિક વાહનોનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવે તો વર્ષ 2030 સુધીમાં ઓઇલ ઇમ્પોર્ટ બિલમાં 40 અબજ ડોલર એટલે કે 2.94 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવશે.

પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટની સામે મૂકવામાં આવી શકે છે એક સિનિયર સિટીઝનનું કહેવું છે કે, નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલ પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ મૂકવામાં આવી શકે છે. નીતિ આયોગ અને સરકારે આ પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આગામી નાણાકીય વર્ષમાં 900 કરોડ આપવાની યોજના છે નીતિ આયોગ દ્વારા તૈયાર કરેલી દરખાસ્ત મુજબ, બેટરી ઉત્પાદકોને આ ઇન્સેન્ટિવ રોકડ ને ઇન્ફરાસ્ટ્રક્ચર રૂપે આવામાં આવી શકે છે. જો આ દરખાસ્તને મંજૂરી મળી જાય તો આગામી નાણાકીય વર્ષમાં બેટરી બનાવનાર કંપનીઓને 900 કરોડ રૂપિયાનું કેશ ઇન્સેન્ટિવ આપવાની યોજના છે. પછી દર વર્ષે આ ઇન્સેન્ટિવ વધારવામાં આવશે.

એનર્જી સ્ટોરેજ ઇન્ડસ્ટ્રી અત્યારે પ્રારંભિક તબક્કે છે
આ દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે, દેશનો એનર્જી સ્ટોરેજ ઇન્ડસ્ટ્રી હજી પ્રારંભિક તબક્કે છે. રોકાણકારો હજી પણ આ ઉભરતા ઉદ્યોગમાં રોકાણ કરવા અંગે ચિંતિત છે. દરખાસ્ત મુજબ, સરકાર વર્ષ 2022 સુધીમાં અમુક પ્રકારની બેટરીની આયાત પર 5%ના દરે આયાત પર ઇમ્પોર્ટ ટેક્સ જાળવવા માગે છે. લોકલ મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા માટે પછી તેને વધારીને 15% કરવામાં આવી શકે છે.

ગત નાણાકીય વર્ષમાં ફક્ત 3400 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું
તેલ પર નિર્ભરતા ઘટાડવા અને પ્રદૂષણ ઓછુંકરવા સરકાર અનેક પગલાં લઈ રહી છે. તેમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું પણ સામેલ છે. આશ્ચર્યની વાત એ છે કે, મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ સ્ટેશનો જેવાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ કરવામાં આવી રહ્યું નથી. વિશ્વની બીજી સૌથી મોટી વસ્તી ભારતે ગયા નાણાકીય વર્ષમાં ફક્ત 3400 ઇલેક્ટ્રિક વાહનોનું જ વેચાણ કર્યું છે. જ્યારે આ સમયગાળામાં 17 લાખ ટ્રેડિશનલ પેસેન્જર ગાડીઓનું વેચાણ કરવામાં આવ્યું છે.

ઇન્સેન્ટિવથી આ કંપનીઓને ફાયદો થઈ શકે છે
સરકારની ઇન્સેન્ટિવ યોજનાથી હેટરી બનાવનારી દક્ષિણ કોરિયાની એલજી કેમિકલ અને જાપાનની પેનાસોનિક કોર્પને ફાયદો થઈ શકે છે. આ સિવાય, ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો બનાવતી ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને પણ ફાયદો થશે.

બેટરી સ્ટોરેજ માગ 230GW/h સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે
દરખાસ્તમાં કરવામાં આવેલા ડ્રાફ્ટ મુજબ, દેશમાં 50 GW/h કરતાં ઓછી બેટરી સ્ટોરેજની માગ છે. તેનું મૂલ્ય 2 અબજ ડોલરની નજીક છે. આગામી 10 વર્ષમાં આ માગ વધારીને 250 GW/h કરવાની રહેશે. આનાથી બજારની સાઇઝ 14 અબજ ડોલર પહોંચી જશે. જો કે, પ્રસ્તાવમાં કોઈ એવો અંદાજ મૂકવામાં નથી આવ્યો કે વર્ષ 2030 સુધીમાં કેટલી ઇલેક્ટ્રિક કાર રસ્તા પર દોડશે?

કંપનીઓ પાંચ વર્ષમાં 6 અબજ ડોલરનું રોકાણ કરશે
પ્રસ્તાવમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સથાપા માટે બેટરી બનાવતી કંપનીઓ 6 અબજ ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ આગામી પાંચ વર્ષમાં સરકારની મદદથી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...