EV સ્પેરપાર્ટ્સમાં એકસમાન GST મળવાની આશા:બજેટમાં ફેમ સબસિડીમાં વધારાની જાહેરાત કરશે સરકાર, ગ્રાહકોને સીધો ફાયદો મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સ (SMEV)ને આશા છે કે, સરકાર EV ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. આ સાથે જ આશા એવી છે કે, સરકાર આ બજેટમાં સ્થાનિક સ્તરે આર એન્ડ ડીને પ્રોત્સાહન આપીને, પુરવઠા સંબંધિત સમસ્યાઓ દૂર કરીને અને મજબૂત EV ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપીને ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે નવી યોજનાઓ અને પગલાં પણ લાવશે.

SMEV ડીજી સોહિંદર ગિલે જણાવ્યું કે, ‘સરકાર બજેટમાં ફેમ સબસિડી વધારવાની જાહેરાત કરશે અને તેનો સીધો જ લાભ ગ્રાહકને ટ્રાન્સફર કરવાની જોગવાઈઓ લાગુ કરવામાં આવશે. એક તરફ ઇલેક્ટ્રિક વાહનો પર GST દર 5 ટકા છે. આ સાથે જ સ્પષ્ટતાના અભાવે સ્પેરપાર્ટ્સ પર 28 ટકા સુધી GST ભરવો પડે છે. અમને આશા છે કે, સરકાર તમામ EV સ્પેરપાર્ટ્સ પર એકસમાન 5 ટકા GST દર લાગુ કરશે. EV ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા લિથિયમ આયન સેલ્સ પર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 0 ટકા કરવાથી EVની કિંમત ઘટાડવામાં મદદ મળશે.

સબસિડી સીધી જ ગ્રાહકોનાં ખાતામાં ટ્રાન્સફર કરશે
ફેમ-2ની માન્યતા માર્ચમાં સમાપ્ત થાય છે. અમને આશા છે કે સરકાર પણ આ બજેટમાં આ યોજનાને આગળ વધારવાની જાહેરાત કરશે, જે ઇવી ઉદ્યોગને ટેકો આપવામાં મદદ કરે છે. એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે આવી જોગવાઈઓ ફેમ ૨ યોજનામાં લાવવામાં આવશે. આનાથી સબસિડી સીધી ગ્રાહકનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

EV ટ્રક અને ટ્રેકટર નિર્માણને પ્રોત્સાહન મળશે
ભારતની ઈંધણનાં વપરાશમાં ટ્રકની ભાગીદારી લગભગ 40 ટકા છે. જો ફેમ-2 સ્કિમનું ક્ષેત્ર કોમર્શિયલ વાહનો એટલે કે ટ્રકો અને ટ્રેક્ટર્સના નિર્માણને પ્રોત્સાહન પણ મળે છે અને ઈંધણનાં વપરાશની સાથે ઉત્સર્જનમાં પણ ઘટાડો આવશે.

બેટરી રિસાયકલિંગ નીતિ બનાવવાની જરુરિયાત
દેશમાં વીતેલા 5 વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા તેજીથી વધી રહી છે. એવામાં લિથિયમ આયન બેટરીઓની રિસાયકલિંગ માટે નીતિ બનાવવી અત્યંત આવશ્યક છે. સરકાર દ્વારા ઈલેક્ટ્રિક કમ્પોનન્ટ ખરીદવા અને તેને રિસાયકલ કરવાની એજન્સીની પસંદગી કરવી જોઈએ. બેટરી રિસાયકલિંગ સંબંધિત રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે 200% ટેક્સની છૂટછાટ આપવી જોઈએ.