તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો નિયમ:સરકારે ઓલા-ઉબર જેવી કંપનીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી, હવે 80% ભાડું કેબ ડ્રાઇવર્સ માટે રિઝર્વ રહેશે

8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેબ અગ્રીમેટર્સને એક 24X7 કન્ટ્રોલ રૂમ સ્થાપવાનો રહેશે
 • ગ્રાહકોનો ડેટા યુઝર્સની મંજૂરી વગર શેર નહીં કરી શકાય

ભાડાંની કેબ સર્વિસ પૂરી પાડતી ઇન્ડિયન કેબ કંપનીઓને ભારત સરકારની નવી ઓટોમોટિવ એગ્રિગેટર ગાઇડલાઇન્સથી મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વાહન એગ્રીગ્રેટર્સ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે...

 • દરેક ડ્રાઈવ પર ડ્રાઇવરને 80% ભાડું મળશે, જ્યારે કંપનીઓ પાસે ફક્ત 20% ભાડું રહેશે.
 • એગ્રીગ્રેટરને બેઝ ફેરથી 50% ઓછો ચાર્જ લેવાની મંજૂરી આપવામાં આવશે.
 • વધેલી કિંમત બેઝ ફેરના 1.5 ગણી કરી દેવામાં આવી છે.
 • કેન્સલેશન ફી ઘટાડીને કુલ ભાડાંના 10% કરી દેવામાં આવી છે, જે રાઇડર અને ડ્રાઇવર બંને માટે 100 રૂપિયાથી વધુ નહીં હોય.
 • બેઝ ફેર ઓછામાં ઓછો 3 કિલોમીટરનો રહેશે.
 • એગ્રીગ્રેટર્સને ડેટા સ્થાનિકીકરણની ખાતરી કરવી આવશ્યક છે અને એ પણ ખાતરી કરવી આવશ્યક છે કે ડેટા ભારતીય સર્વરમાં જ્યારથી ડેટા જનરેટ કરવામાં આવ્યો હતો ત્યારથી ઓછામાં ઓછો ત્રણ મહિના અને મહત્તમ ચાર મહિના સુધી સંગ્રહિત કરવામાં આવ્યો હોય.
 • ભારત સરકારના કાયદા મુજબ ડેટા સુલભ બનાવવાનો રહેશે. પરંતુ ગ્રાહકોનો ડેટા યુઝર્સની સંમતિ વિના શેર કરી શકાશે નહીં.
 • કેબ એગ્રીગ્રેટર્સે 24X7 કંટ્રોલ રૂમ સેટ કરવો આવશ્યક છે અને બધા ડ્રાઇવર્સ હંમેશાં કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ હોવા આવશ્યક છે.
 • એક કેલેન્ડર દિવસમાં મેક્સિમમ ચાર રાઇડ શેરિંગ ઇન્ટ્રા સિટી ટ્રિપ અને દર અઠવાડિયે મેક્સિમમ 2 રાઇડ શેરિંગ ઇન્ટ્રા સિટી ટ્રિપની મંજૂરી હશે, જેમાં એગ્રીગ્રેટર સાથે ડ્રાઇવર સાથે દરેક વાહન જોડવામાં આવશે.
 • આ ઉપરાંત, રાજ્ય સરકાર નોટિફિકેશનના માધ્યમથી કુલ ભાડાંમાંથી 2% અથવા તેથી વધુ વસૂલ કરી શકે છે.

કેબ એગ્રીગ્રેટર્સ માટે ફક્ત 20% જ રિઝર્વ રહેશે
ડ્રાઇવર્સ માટે વધારાની ફી અને 80% ભાડાં પરની આવક એ કેબ એગ્રિગ્રેટર્સ માટે આંચકો હશે કારણ કે, કોરોના વાઇરસ રોગચાળા પછી માંડ ધીમે-ધીમે આ ઇન્ડસ્ટ્રી ઉપર આવી રહી છે. માર્કેટમાં સૌથી મોટો હિસ્સો ધરાવતા ઉબેર અને ઓલા બંનેએ નિરીક્ષણ કર્યું છે કે, એપ્રિલ અને મે મહિનાના લોકડાઉન મહિના દરમિયાન કોવિડ-19 રોગચાળાને કારણે તેમનો વ્યવસાય સંપૂર્ણપણે અટકી ગયો હતો. વર્ષ 2019માં ઉબેરે અઠવાડિયાંમાં 1 કરોડ 40 લાખ રાઇડ્સની સુવિધા આપવાનો દાવો કર્યો હતો, જ્યારે ઓલાએ રિપોર્ટ મુજબ અઠવાડિયાંમાં 2.8 કરોડ રાઇડ્સ કરી હતી.