• Gujarati News
  • Utility
  • Automobile
  • Good News For Yazdi Bike Lovers, The Company Launched 3 Models Named Roadster, Scrambler And Adventure, Starting Price Rs 1.98 Lakh

ન્યૂ લોન્ચ:યેઝદી બાઇક લવર્સ માટે ગુડ ન્યૂઝ, કંપનીએ રોડસ્ટર, સ્ક્રેમ્બલર અને એડવેન્ચર નામના 3 મોડેલ લોન્ચ કર્યાં, પ્રારંભિક કિંમત 1.98 લાખ રૂપિયા

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આખરે લાંબી રાહનો અંત આવ્યો. ઇન્ડિયન માર્કેટમાં યેઝદીએ કમબેક કર્યું. યેઝદીએ આજે ​​રોડસ્ટર, સ્ક્રેમ્બલર અને એડવેન્ચર નામના ત્રણ નવાં મોડેલ લોન્ચ કર્યાં છે. કંપનીએ રોડસ્ટર બાઇકની કિંમત 1.98 લાખ રૂપિયા અને 2.06 લાખ રૂપિયાની વચ્ચે, સ્ક્રેમ્બલરની 2.05 લાખ રૂપિયા અને 2.11 લાખ રૂપિયાની વચ્ચે અને એડવેન્ચરની કિંમત 2.10 લાખ રૂપિયા અને 2.19 લાખ રૂપિયા વચ્ચે નક્કી કરી છે. આ તમામ કિંમતો એક્સ-શો રૂમ દિલ્હી છે. યેઝદીનાં ત્રણેય મોડેલમાં 334cc એન્જિન આપવામાં આવ્યું છે, જે સિંગલ-સિલિન્ડર, DOHC, લિક્વિડ-કૂલ્ડ એન્જિન પર બેઝ્ડ છે. તમામ બાઈકમાં એક યૂનિક ચેસિસ આપવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના સસ્પેન્શન અને વ્હીલ સાઈઝ આપવામાં આવી છે.

સસ્પેન્શન, બ્રેક અને ફ્રેમ
વજન, પાવર અને કિંમત વચ્ચે યોગ્ય સંતુલન સાધવા માટે યેઝદીએ એડવેન્ચર બાઇકને ડબલ-ક્રેડલ ફ્રેમ પર બનાવી છે. આ બાઇક આગળના ભાગમાં 200mm ટ્રાવેલ સાથે ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં 180mm ટ્રાવેલ સાથે મોનોશોક સસ્પેન્શન યૂનિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઇક 220mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપે છે, જ્યારે તેની સીટની ઊંચાઈ 815mm છે. બાઇકના આ તમામ સ્પેસિફિકેશન રોયલ એનફિલ્ડ હિમાલયન જેવા જ છે. આ સાથે, તેમાં રોયલ એન્ફિલ્ડની જેમ 21-ઇંચ/17-ઇંચ વાયર-સ્પોક વ્હીલ સેટઅપ આપવામાં આવ્યું છે.

ડ્યુઅલ ચેનલ ABS ત્રણ મોડમાં આપવામાં આવી છે
ડ્યુઅલ ચેનલ ABS ત્રણ મોડમાં આપવામાં આવી છે

આ બાઇક્સમાં ડ્યુઅલ ચેનલ ABS ત્રણ મોડમાં આપવામાં આવી છે, જેમાં રોડ, રેન અને ઓફરોડનો સમાવેશ થાય છે. બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની ફીચરવાળી આ એકમાત્ર એડવેન્ચર બાઇક છે. તેમાં યૂનિક LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેને બેસવા અને ઊભા રહેવા બંને પ્રકારની રાઇડિંગ પોઝિશન માટે ટિલ્ટ પણ કરી શકાય છે.

બાઈકમાં ફ્લાયસ્ક્રીન, હેડલાઈટ ગ્રિલ્સ, ફોર્ક ગેટર્સ, બાર-એન્ડ મિરર્સ સહિત અનેક ફીચર્સ મળશે
બાઈકમાં ફ્લાયસ્ક્રીન, હેડલાઈટ ગ્રિલ્સ, ફોર્ક ગેટર્સ, બાર-એન્ડ મિરર્સ સહિત અનેક ફીચર્સ મળશે

ફીચર્સ
ત્રણેય મોડલમાં LED હેડલાઇટ અને ટેલલેમ્પ આપવામાં આવ્યા છે. પરંતુ સ્ક્રેમ્બલર અને એડવેન્ચરમાં ABS મોડ, LED ઈન્ડિકેટર્સ અને હેન્ડલબાર-માઉન્ટેડ USB ચાર્જર આપવામાં આવ્યું છે. બાઈકમાં ફ્લાયસ્ક્રીન, હેડલાઈટ ગ્રિલ્સ, ફોર્ક ગેટર્સ, બાર-એન્ડ મિરર્સ અને એડવેન્ચરમાં હાર્ડ લગેજ સહિતની એક્સેસરીઝ પણ આપવામાં આવી છે.

સ્ક્રેમ્બલરનો ફ્રંટ વ્યૂ
સ્ક્રેમ્બલરનો ફ્રંટ વ્યૂ
સ્ક્રેમ્બલરની બેક સીટ
સ્ક્રેમ્બલરની બેક સીટ

સ્ક્રેમ્બલરના રિઅરમાં તેનાં ટ્વીન ગેસ-ચાર્જ્ડ શોક અબ્ઝોર્બર, ઓછું સસ્પેન્શન ટ્રાવેલ (ફ્રંટ: 150mm, રિઅર: 130mm), લો ગ્રાઉન્ડ ક્લિયરન્સ (200mm) અને નાનું 19-ઇંચનું ફ્રંટ વ્હીલ આપવામાં આવ્યું છે.

રોડસ્ટરમાં 18-ઇંચ/17-ઇંચના કોમ્બિનેશનમાં એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. રેક આઉટ ફ્રંટ ફોર્ક સિવાય આ બાઇકની ડિઝાઇન થોડી વિચિત્ર ચોક્કસ લાગે છે. પરંતુ આ લુક જૂની યેઝદી જેવો છે. જો કે, તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી ઉપલબ્ધ નહોતી. સ્ક્રેમ્બલર અને રોડસ્ટર ગિયર પોઝિશન ઈન્ડિકેટર સાથે ફુલ્લી ડિજિટલ LCD ઈન્સ્ટ્રુમેન્ટેશન સાથે આવી છે.