તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Good News For Bullet Lovers, The New Generation Model Of The Royal Enfield Classic 350 Bike Will Launch On September 1, With An Estimated Price Of 1.85 Lakh.

કન્ફર્મ:બુલેટ લવર્સ માટે ગુડ ન્યૂઝ, રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 બાઇકનું ન્યૂ જનરેશન મોડેલ 1 સપ્ટેમ્બરે લોન્ચ થશે, અંદાજિત કિંમત ₹1.85 લાખ

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રોયલ એન્ફિલ્ડે તાજેતરમાં જ જાહેરાત કરતા જણાવ્યું કે, કંપની 1 સપ્ટેમ્બરના રોજ ન્યૂ જનરેશન ક્લાસિક 350 બાઇક લોન્ચ કરશે. અગાઉ બાઇક ઓગસ્ટના છેલ્લાં સપ્તાહમાં લોન્ચ થવાની ધારણા હતી. પરંતુ કંપનીએ હવે 1 સપ્ટેમ્બર માટે 'બ્લોક યોર ડેટ' ઇન્વિટેશન શેર કરીને લોન્ચિંગ ડિટેલ્સ જાહેર કરી છે.

કંપની આ બાઇકનું લાંબા સમયથી ટેસ્ટિંગ કરી રહી હતી. તાજેતરમાં જ આ બાઇક રાજસ્થાનમાં એક ટીવી કોમર્શિયલ શૂટ દરમિયાન જોવા મળી હતી. જે દર્શાવે છે કે ન્યૂ જનરેશન મોડેલમાં આઉટગોઇંગ મોડેલમાં મળતું કિક સ્ટાર્ટ ફીચર નહીં હોય. પરંતુ ક્લાસિક 350માં એક્સટિરિયર ડિઝાઇન અને ટેક્નોલોજી સાથે જ મોટી અપડેટ્સ મળવાની છે. અગાઉ લીક થયેલા સ્પાય ફોટોઝથી ક્લાસિક 350 બાઇક વિશે ઘણી રસપ્રદ ડિઝાઇનની ડિટેલ્સ પણ જાહેર થઈ છે.

કંપની દ્વારા આ બાઇક માટે ટીઝર કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. બાઇક સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિનથી સજ્જ હશે
કંપની દ્વારા આ બાઇક માટે ટીઝર કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. બાઇક સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિનથી સજ્જ હશે

એન્જિન ડિટેલ્સ
બાઇકમાં નવું 348cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન 19.2 hp પાવર અને 27 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં નવું 5-સ્પીડ ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે. નવી બાઇકમાં કરન્ટ મોડેલ કરતાં થોડો વધારે પાવર મળશે. ફોટો જોઇને સ્પષ્ટ થાય છે કે નવી 2021 ક્લાસિક 350માં મળનારી ઇન્ડિકેટર લાઇટની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, નવી બાઇકમાં LED લાઇટ પણ આપી શકાય છે. હેલોજન લાઇટ કરન્ટ મોડેલમાં ઉપલબ્ધ છે. નવી 2021 રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 કંપનીના નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ બાઇક સિંગલ ડાઉનટ્યુબ ફ્રેમને બદલે ટ્વિન ડાઉનટ્યુબ ફ્રેમ પર બનાવવામાં આવી છે. આ કારણે બાઇકની સાઇડ પ્રોફાઇલ પહેલા કરતાં સારી થઇ ગઇ છે. આ ફ્રેમનો ઉપયોગ કંપનીની ઉલ્કા 350માં પણ કરવામાં આવ્યો હતો, જે ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારણે બાઇકનું હેન્ડલિંગ અને પર્ફોર્મન્સ પહેલા કરતાં વધુ સારું બન્યું છે.

વાઇબ્રેશન ઓછું અને સારો રાઇડિંગ એક્સપિરિયન્સ
ક્લાસિક 350 ન્યૂ જનરેશન મોડેલમાં બેલેન્સર શોફ્ટ જોડવામાં આવ્યું છે. જેના કારણે તેમાં વાઇબ્રેશન ઓછું થાય છે. આ રાઇડરને કરન્ટ મોડેલ કરતાં વધુ સારો રાઇડિંગ એક્સપિરિયન્સ આપે છે. જો કે, નવી બાઇક સંપૂર્ણપણે તેની ટ્રેડિશન ડિઝાઇન પર આધારિત છે. પરંતુ તેમાં કેટલાક મોટા ફેરફારો થશે. તેમાં ક્રોમ બેઝલ્સ સાથે રેટ્રો સ્ટાઇલ્ડ સર્ક્યુલર હેડલેમ્પ્સ, ટીયર ડ્રોપ શેપમાં ફ્યુઅલ ટેંક, રાઉન્ડ શેપ રિઅર વ્યૂ મિરર્સ, ક્રોમ પ્લેટેડ એક્ઝોસ્ટ (સાઇલેન્સર) અને અટ્રેક્ટિવ ફેન્ડર્સ આપવામાં આવ્યાં છે. સાઇડ પેનલ અને ફ્યુઅલ ટેંકમાં C શેપના ગ્રાફિક્સ છે, જ્યારે ફેન્ડર્સમાં નવી સ્ટ્રીપ્સ આપવામાં આવી છે.

બાઇકમાં સેમી-ડિજિટલ સ્પીડોમીટર સાથે ટ્રિપર ડિસ્પ્લે મળશે
બાઇકમાં સેમી-ડિજિટલ સ્પીડોમીટર સાથે ટ્રિપર ડિસ્પ્લે મળશે

ફીચર્સ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 2021 રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350માં ફ્યુઅલ ગેજ, ઓડોમીટર અને ટ્રિપર નેવિગેશન પોડ વિશેની માહિતી માટે ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવી છે. RE Meteor 350 બાઇકમાં કંપની આ ફીચર્સ આપી ચૂકી છે. રોયલ એન્ફિલ્ડની ટિપર નેવિગેશન સિસ્ટમ જ્યારે રોયલ એન્ફિલ્ડ એપ દ્વારા સ્માર્ટફોન સાથે જોડાયેલી હશે ત્યારે નેવિગેશન બતાવશે. 2021 રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350માં ઉલ્કા 350 બાઇકની જેમ સેમી-ડિજિટલ સ્પીડોમીટર સાથે ટ્રિપર ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફીચરની મદદથી રાઇડર્સ નેવિગેટ કરી શકે છે. આ ડિસ્પ્લે ટર્ન બાય ટર્ન ડિરેક્શન વિશે માહિતી આપે છે. ટ્રીપર નેવિગેશન ગૂગલ સાથે કનેક્ટ થશે. આવી સ્થિતિમાં, કોઈપણ રાઇડર રસ્તામાં ખોવાયા વગર સરળતાથી કોઈપણ અજાણી જગ્યાએ પહોંચી શકે છે. આ ફીચરની સૌથી મહત્ત્વની બાબત એ છે કે રાઇડરના સ્માર્ટફોનમાં નેટવર્ક સિગ્નલની સમસ્યા હશે ત્યારે પણ તે સારી રીતે કામ કરવાનું ચાલુ રાખશે. એડવેન્ચર રાઇડિંગ કરનારાઓ માટે આ ફીચર ખૂબ ઉપયોગી થશે.

નોબ સ્ટાઇલ ઇગ્નિશન
કંપનીએ ઉલ્કા 350માં નોબ સ્ટાઇલ ઇગ્નીશન સ્વીચ આપી હતી. 2021 રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350માં સમાન નોબ સ્ટાઇલ ઇગ્નીશન સ્વીચનો ઉપયોગ કરવામાં આવી શકે છે. અંગૂઠાની મદદથી ઇગ્નીશન સ્વીચની નોબ ચાલુ અથવા બંધ કરી શકાય છે. જેના કારણે બાઇક તરત જ સ્ટાર્ટ થઇ જાય છે.

બાઇકની અંદાજિત પ્રારંભિક કિંમત 1.85 લાખ રૂપિયા રહેવાની શક્યતા
બાઇકની અંદાજિત પ્રારંભિક કિંમત 1.85 લાખ રૂપિયા રહેવાની શક્યતા

કિંમત
આ બાઇક મોંઘી હશે એ સ્વાભાવિક છે. તેની એક્સ-શો રૂમ કિંમત આશરે 1.85 લાખ રૂપિયાથી શરૂ થશે અને 2.20 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) સુધી પહોંચવાની અપેક્ષા છે. ક્લાસિક 350 બાઇક હોન્ડા H'Ness CB350 અને જાવા બાઇકને ટક્કર આપશે.

અન્ય સમાચારો પણ છે...