ન્યૂ લોન્ચ:ટાટા સફારીની ગોલ્ડ એડિશન લોન્ચ થઈ, કિંમત 21.89 લાખ રૂપિયા; જાણો ફીચર્સ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ એડિશનમાં વ્હાઈટ ગોલ્ડ અને બ્લેક ગોલ્ડ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં
  • કારમાં 8.8 ઈંચની ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે
  • કારનું એન્જિન 70hpનો મેક્સિમમ પાવર અને 350Nmનું પીક ટૉર્ક જનરેટ કરે છે

સ્વદેશી ઓટો કંપની ટાટા મોટર્સે દેશમાં તેની ફ્લેગશિપ SUV સફારીની ગોલ્ડ એડિશન લોન્ચ કરી છે. આ એડિશનમાં વ્હાઈટ ગોલ્ડ અને બ્લેક ગોલ્ડ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ટાટા સફારી ગોલ્ડ એડિશનની કિંમત 21.89 લાખ રૂપિયા છે.

આ ગોલ્ડ વેરિઅન્ટ જૂનાં વેરિઅન્ટ જેવું જ છે. SUV વાયરલેસ ચાર્જર, એર પ્યોરિફાયર અને એક પ્રીમિયમ હરમન ટ્યુન્ડ JBL સાઉન્ટ સિસ્ટમ સહિતનાં ફીચર્સથી સજ્જ છે.

2 કલર ઓપ્શન

વ્હાઈટ ગોલ્ડ પ્રીમિયમ ફ્રોસ્ટ વ્હાઈટ રંગથી લેવામાં આવ્યો છે. તેમાં બ્લેક અને વ્હાઈટ કલરનું અપોઝિટ ફિનિશિંગ છે. આ વેરિઅન્ટમાં બ્લેક રૂફ છે. તે યુનિક ડ્યુઅલ ટોન લુક આપે છે. તેને મિક્સ કરવા પર વ્હીકલને મૉન્ટ બ્લાન્ક માર્બલ ફિનિશ મિડ પેડ સાથે ગોલ્ડન ટચ મળે છે.

8.8 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે

  • બ્લેક ગોલ્ડ એડિશન કોફી બીનથી ઈન્સ્પાયર્ડ બ્લેક એક્સટિરિયર સાથે રેડિઅન્ટ ગોલ્ડ એક્સેન્ટ સાથે આવે છે. બ્લેક ગોલ્ડના ઈન્ટિરિયરમાં ડાર્ક માર્બલ ફિનિશ મિડ પેડ અને ગોલ્ડન ટ્રીટમેન્ટ કોમ્બિનેશન મળે છે. એક્સટિરિયરમાં ગોલ્ડ ટચ પર્ફેક્ટ કોમ્બિનેશન મળે છે.
  • ગોલ્ડ એડિશનમાં 18 ઈંચના ચારકોલ બ્લેક અલોય વ્હીલ છે.
  • કારમાં 8.8 ઈંચની ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. તે iRA એપ બેઝ્ડ કનેક્ટેડ કાર ટેક્નોલોજી સાથે એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો સપોર્ટ કરે છે. કારના અન્ય ફીચર લિસ્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  • આ કારમાં 9 સ્પીકરની સાથે JBL ઓડિયો સિસ્ટમ, પેનોરમિક સનરૂફ, ઓટોમેટિક ક્લાઇમેન્ટ કન્ટ્રોલ, માઉન્ટેડ કન્ટ્રોલની સાથે મલ્ટી-ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, ઓટો હોલ્ડની સાથે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેકિંગ સહિતનાં ફીચર્સ છે.

2 લિટરના 4 સિલિન્ડર ડીઝલ એન્જિન મળશે
પર્ફોર્મન્સ માટે નવી સફારીમાં હેરિયરની જેમ જ 2.0 લિટરના 4 સિલિન્ડર ડીઝલ એન્જિન છે, તે 170hp નો મેક્સિમમ પાવર અને 350Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. ગિયરબોક્સ ઓપરેશન ટાટા હેરિયર જેવાં મળશે. નવી સફારીમાં 6 સ્પીડ મેન્યુઅલ કે 6 સ્પીડ ટૉર્ક કન્વર્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે.