તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોવા બેસ્ડ સ્ટાર્ટઅપ કબીરા મોબિલિટી (Kabira Mobility)એ બે હાઈ સ્પીડ ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી. આ બાઈક્સનું નામ KM3000 અને KM4000 છે. કંપનીનો દાવો છે કે, આ દેશની સૌથી ઝડપથી ચાલતી ઈલેક્ટ્રિક બાઈક પણ છે. બંને બાઈક સંપૂર્ણ રીકે ઈકોફ્રેન્ડલી છે. કંપનીએ તેને સ્પોર્ટી લુક આપ્યો છે. તે 0થી 40kmની સ્પીડ 3.1 સેકન્ડમાં પકડી લે છે.
બંને બાઈકનું બુકિંગ 20 ફેબ્રુઆરીથી શરૂ થશે. કંપની શરૂઆતમાં તેનું વેચાણ દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, ગોવા અને ધારવાડમાં કરશે. KM3000ની એક્સ-શોરૂમ કિંમત 1,26,990 રૂપિયા અને KM4000ની એક્સ-શોરૂમ કિંમત 1,36,990 રૂપિયા છે.
બાઈક રેન્જને વધુ વિસ્તૃત કરવામાં આવશે- CEO
લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન કંપનીના CEO, જયવીર એસ સિવાચે કહ્યું કે, અમને મેડ ઈન ઈન્ડિયા હાઈ સ્પીડ ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરવાની ખુશી છે. આ બાઈકમાં બેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે અમારા પોર્ટફોલિયોમાં ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરીશું. તે ઉપરાંત બાઈકની રેન્જને પણ વધારીશું. આ બાઈક્સથી પર્યાવરણને કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય.
બંનેમાં 3 રાઈડિંગ મોડ મળશે
KM3000માં કંપનીએ 4kWh બેટરીનો ઉપયોગ કર્યો છે. તેમાં BLDC (બ્રશલેસ DC ઈલેક્ટ્રિક મોટર) આપવામાં આવી છે. બાઈક ઈકો મોડમાં 120KM, સિટી રેન્જમાં 95km અને સ્પોર્ટ્સ મોડમાં 60km સુધી દોડે છે. બીજી તરફ KM4000માં 4.4kWhની બેટરી મળશે. તેમાં 8kW મોટર છે. બાઈક ઈકો મોડમાં 150km, સિટી રેન્જમાં 110km અને સ્પોર્ટ્સ મોડમાં 90km દોડે છે. બંને બાઈકની ટોપ સ્પીડ 120km/h છે.
બૂસ્ટર ચાર્જરથી 2 કલાકમાં ફૂલ ચાર્જ
બંને બાઈકને ચાર્જિંગના બે મોડ મળશે. ઈકો ચાર્જિંગ મોડમાં તે 6.30 કલાકમાં ચાર્જ થાય છે. તેમજ બૂસ્ટર ચાર્જરથી તે 2 કલાકમાં ચાર્જ થઈ જાય છે. બંને બાઈકમાં સ્પીડ કંટ્રોલ માટે સિંગલ ડિસ્ક બ્રેક મળે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.