ઇ-સાઇકલ:3 વેરિઅન્ટ અને 4 રાઇડિંગ મોડમાં ગો ઇલેક્ટ્રિકે ઇ-સાઇકલ ‘ગો ઝીરો’ લોન્ચ કરી, પ્રારંભિક કિંમત 19,999 રૂપિયા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલમાં વધતી લોકોની ડિમાન્ડને કારણે ઇલેક્ટ્રિક સ્કૂટર અને કારના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. તેમજ, સાથે ઇલેક્ટ્રિક સાઇકલના વેચાણમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. લોકોની આ પસંદને ધ્યાનમાં રાખીને બ્રિટનની કંપની ગો ઇલેક્ટ્રિકે ઇન્ડિયન માર્કેટમાં તેની બજેટ ફ્રેન્ડ્લી ઇલેક્ટ્રિક સાઇકલ ‘ગો ઝીરો’ લોન્ચ કરી છે. ગો ઝીરો નામથી લોન્ચ કરવામાં આવેલી આ ઇલેક્ટ્રિક સાઇકલને કંપનીએ ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. આ સાઇકલની પ્રારંભિક કિંમત 19,999 રૂપિયા રાખવામાં આવી છે.

સિંગલ ચાર્જ કરવા પર 25 કિમી સુધીનું અંતર કાપી શકશે
સિંગલ ચાર્જ કરવા પર 25 કિમી સુધીનું અંતર કાપી શકશે

ગો ઇલેક્ટ્રિક કંપનીનો દાવો છે કે, આ સાઇકલ સિંગલ ચાર્જ કરવા પર 25 કિમી સુધીનું અંતર કાપી શકે છે. કંપનીએ આ સાઇકલના જે વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે તેમાં પહેલું વેરિઅન્ટ સ્કેલિંગ છે, બીજું વેરિઅન્ટ સ્કેલિગ લાઇટ અને ત્રીજાં વેરિઅન્ટનું નામ સ્કેલિગ પ્રો રાખવામાં આવ્યું છે. અઢી કલાકમાં આ સાઇકલની બેટરી ફુલ ચાર્જ થઈ જશે.

કિંમત
સ્કેલિંગની કિંમત 19,999 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે સ્કેલિંગ લાઇટની કિંમત 24,999 રૂપિયા અને સ્કેલિંગ પ્રોની કિંમત 34,999 રૂપિયા રાખવામાં આવી છે. ગો ઇલેક્ટ્રિક કંપનીએ તેની ઇલેક્ટ્રિક સાઇકલ સ્કેલિંગ અને સ્કેલિંગ પ્રો વેરિઅન્ટનું બુકિંગ 8 ઓગસ્ટથી શરૂ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહક 12 ઓગસ્ટથી એમેઝોન પરથી પણ આ સાઇકલનું બુકિંગ કરાવી શકશે. 2,999 રૂપિયા આપીને આ સાઇકલ બુક કરાવી શકાશે.

સાઇકલમાં થ્રોટલ, લેવલ આસિસ્ટ, વોક મોડ અને ક્રુઝ મોડ મળશે
સાઇકલમાં થ્રોટલ, લેવલ આસિસ્ટ, વોક મોડ અને ક્રુઝ મોડ મળશે

ટોપ સ્પીડ
ગો ઇલેક્ટ્રિકના જણાવ્યા અનુસાર, સ્કેલિગ અને સ્કેલિગ લાઇક મોડેલમાં કલાક દીઠ 25 કિમીની ટોપ સ્પીડ મળશે. આ બંને સાઇકલ સિંગલ ચાર્જ કર્યા બાદ 25 કિમી સુધી ચાલશે. કંપનીએ આ બંને સાઇકલમાં 210 વોટનું લિથિયમ બેટરી બેકઅપ આપ્યું છે. તેમજ, કંપનીએ તેમાં 4 રાઇડિંગ મોડ આપ્યા છે. તેમાં થ્રોટલ, લેવલ આસિસ્ટ, વોક મોડ અને ક્રુઝ મોડનો સમાવેશ થાય છે. તેમજ, કંપનીએ આ સાઇકલો સાથે મેક ફિટ નામથી એક્ટિવ વેર કેટેગરીમાં એક્સેસરીઝ પણ લોન્ચ કરી છે.