તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • General Motors Launches Electric Hummer SUV, Equipped With Infinity Roof Design The Car Will Cover A Distance Of 563 Km On A Single Charge

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:જનરલ મોટર્સે ઇલેક્ટ્રિક Hummer SUV લોન્ચ કરી, ઇન્ફિનિટી રૂફ ડિઝાઇનથી સજ્જ આ કાર સિંગલ ચાર્જમાં 563 કિમી અંતર કાપશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જનરલ મોટર્સની સબ બ્રાંડ Hummerએ લાંબા સમય બાદ તેની SUV માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. આ વખતે કંપનીએ આ SUVને ઇલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરી છે. જનરલ મોટર્સના જણાવ્યા અનુસાર, આ SUV સુપર ટ્રક સાબિત થશે. કંપનીએ આ કારમાં 18 કેમેરા આપ્યા છે. જેથી, ડ્રાઇવિંગ કરતી વખતે તમે બહારનો 360 ડિગ્રી વ્યૂ જોઈ શકશો.

લુક અને ફીચર્સ
ઇલેક્ટ્રિક Hummerનું ઇન્ટિરિયર જૂની SUVની યાદ અપાવે છે. કંપનીએ આ કારમાં 13.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 12.3 ઇંચની કસ્ટમાઇઝ્ડ ડિજિટલ ડિસ્પ્લે આપી છે. કારના રૂફને ઇન્ફિનિટી રૂફ ડિઝાઇન આપવામાં આવી છે. એટલે કે પેનલ રીમુવેબલ છે અને તેમાં 14 સ્પીકર બોઝ કાઉન્ટરપોઇન્ટ ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે.

એન્જિન ડિટેલ્સ
આ ઇલેક્ટ્રિક SUVમાં કંપનીએ ત્રણ ઇલેક્ટ્રિક મોટર્સ આપી છે, જેમાંથી બે પાછળ છે અને એક આગળ છે. આ SUV 1,000hp અને 15,591Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ SUV ફક્ત 3 સેકંડમાં 0થી 96 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

563 કિમી ચાલશે
કંપનીના જણાવ્યા અનુસાર, આ SUV એકવાર ફુલ ચાર્જ થયા બાદ 563 કિમી સુધી ચાલશે. આ ડ્રાઇવિંગ રેન્જ તેની કોમ્પિટીટર ટેસ્લા સાયબરટ્રકથી વધારે છે. ટેસ્લાની ગાડી એકવાર ફુલ ચાર્જ થયા બાદ 500 કિમીની રેન્જ આપે છે. Hummerની SUV તમને ફક્ત 10 મિનિટના ચાર્જમાં 160 કિમીની રેન્જ આપી શકે છે. આ કારનું પ્રોડક્શન આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો