તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ન્યૂ લોન્ચ:Gemopai Electricએ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Miso લોન્ચ કર્યું, કિંમત 44 હજાર રૂપિયા

દિલ્હી3 મહિનો પહેલા

Gemopai Electricએ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ કંપની Goreen-E-Mobility અને Opai electricનું જોઇન્ટ વેન્ચર છે. કંપનીએ હવે તેનું મિનિ ઇલેક્ટ્રિક સ્કૂટર Miso લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટરની કિંમત 44,000 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ આ સ્કૂટરનું પ્રિ-બુકિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે. આ સ્કૂટરમાંહેક્સા હેડલાઇટ્સ, LED બેટરી ઇન્ડિકેટર આપવામાં આવ્યા છે. સ્કૂટરમાં 1KW ડિટેચેબલ Li-ion બેટરી આપવામાં આવી છે.

સ્કૂટર સિંગલ ચાર્જમાં 75KM દોડશે
કંપનીનો દાવો છે કે, Miso ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 75KMનું અંતર કાપી શકે છે. આ મિનિ સ્કૂટર 2 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે, આ સ્કૂટર દેશભરમાં 60 ડીલરશિપ પરથી ખરીદી શકાશે. સ્કૂટર જુલાઈ 2020થી વેચાણ માટે ઉપલબબ્ધ થશે.

3 વર્ષની ફ્રી સર્વિસિંગ
આ સ્કૂટર સાથે ગ્રાહકને 3 વર્ષની ફ્રી સર્વિસિંગ પણ મળે છે. આ સ્કૂટર 3 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. તેમાં ફેરી રેડ, ડીપ સ્કાય બ્લુ, લુશિયસ ગ્રીન અને સનસેટ ઓરેન્જ કલર ઓપ્શન સામેલ છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ફક્ત ડ્રાઇવિંગ સીટ
આ સ્કૂટરમાં ફક્ત રાઇડરની જ એક સીટ આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, કોરોના વાઇરસ સંકટમાં એક સીટવાળું સ્કૂટર સેફ ટ્રાવેલિંગ આપે છે.
RTO પરમિટ જરૂરી નહીં
આ મિનિ ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરવા માટે RTO પાસેથી પરમિટ લેવાની જરૂર નથી. 2 કલાકમાં ફુલ ચાર્જ થઈ જનારા આ સ્કૂટરની ટોપ સ્પીડ 25KM છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો