ન્યૂ લોન્ચ / Gemopai Astrid Lite ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયું, કિંમત 80 હજાર રૂપિયા

Gemopai Astrid Lite Electric Scooter Launched, Price 80 thousand Rs

Divyabhaskar.com

Sep 11, 2019, 12:53 PM IST

ઓટો ડેસ્કઃ ઈન્ડિયન માર્કેટમાં દિવસે ને દિવસે નવાં-નવાં ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ થઈ રહ્યાં છે. તેમજ તેનો ઉપયોગ વધારવા પર પણ સરકાર તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે. તો હવે આ લિસ્ટમાં Gemopai Electricએ પણ તેનું એક નવું ઈલેક્ટ્રિક સ્કૂટ માર્કેટમાં લોન્ચ કર્યું છે. Gemopai Astrid Lite નામથી લોન્ચ કરવામાં આવેલાં આ ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 80 હજાર રૂપિયા છે.

એસ્ટ્રિડ લાઇટ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં 2,400 વોટની ઈલેક્ટ્રિક મોટર અને 1.7 kWhની લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. ઘરે ચાર્જ કરવા માટે તેની બેટરી કાઢી પણ શકાય છે. તેમાં 3 રાઇડિંગ મોડ્સ સિટી, સ્પોર્ટ અને ઈકોનોમી આપવામાં આવ્યા છે.
ફુલ ચાર્જ પર આ ઈલેક્ટ્રિક સ્કૂટર 75થી 90 કિલોમીટર સુધી ચાલશે, જે રાઇડિંગ મોડ પર આધાર રાખે છે. એસ્ટ્રિડ લાઇટની ટોપ સ્પીડ 65 કિલોમીટર છે. સ્કૂટરમાં એક એક્સ્ટ્રા બેટરી લગાવવાનો વિકલ્પ પણ આર્પ્યો છે, જેનાથી તેની રેન્જ 150-180 કિલોમીટર સુધી થઈ જશે.

ફીચર્સ
આ નવાં ઈલેક્ટ્રિક સ્કૂટરમાં કલર LED ડિસ્પ્લે, LED લાઇટ્સ, કી-લેસ સ્ટાર્ટ અને USB પોર્ટ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. એસ્ટ્રિડ લાઇટનાં ફ્રંટમાં ડિસ્ક અને રીઅરમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. સેફ્ટી માટે આ સ્કૂટરમાં સાઇડ સ્ટેન્ડ સેન્સર, એન્ટિ થેફ્ટ સેન્સર અને ઈલેક્ટ્રોનિક આસિસ્ટ બ્રેક સિસ્ટમ (EABS) આપવામાં આવી છે.

બુકિંગ અને ડિલિવરી
એસ્ટ્રિડ લાઇટ ઈલેક્ટ્રિક સ્કૂટર 5 કલર્સ નિયોન, ડીપ ઈન્ડિગો, ફીઅરી રેડ, ચારકોલ અને ફાયરબોલ ઓરેન્જમાં આવે છે. આ સ્કૂટરનું બુકિંગ શરૂ થઈ ગયું છે. 5 હજાર રૂપિયામાં આ ઈલેક્ટ્રિક બાઇક બુક કરી શકાય છે. ડિલિવરી ઓક્ટોબરનાં પહેલાં અઠવાડિયાંમાં શરૂ થઈ જશે.

X
Gemopai Astrid Lite Electric Scooter Launched, Price 80 thousand Rs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી