• Home
  • Utility
  • Automobile
  • Geely Company Launched New Facility to Protect Corona Virus, Customers Will Get New Car Key by Drone

કોરોના વાઇરસથી બચવા Geely કંપનીએ નવી સુવિધા શરૂ કરી, ગ્રાહકોને નવી કારની ચાવી ડ્રોનથી મળશે

Geely Company Launched New Facility to Protect Corona Virus, Customers Will Get New Car Key by Drone
X
Geely Company Launched New Facility to Protect Corona Virus, Customers Will Get New Car Key by Drone

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 12:36 PM IST

ઓટો ડેસ્કઃ દિવસે ને દિવસે કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દુનિયાભરમાં લાકોલોકો કોરોના વાઇરસનો શિકાર બની ચૂક્યા છે અને હજારો લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જયાં એકબાજુ લોકો આ રોગના ચેપથી બચવા માટે નવા-નવા ઉપાયો શોધી રહ્યા છે ત્યારે ચીનની ઓટોમોબાઇલ કંપની Geely Autoએ તેના ગ્રાહકો માટે હોમ ડિલિવરી શરૂ કરી છે. આ માટે કંપની ડ્રોનતી નવી ગાડીઓની ચાવી ગ્રાહકો સુધી પહોંચાડશે.

Geely Auto કંપનીએ થોડા સમય પહેલાં જ તેની નવી SUV Icon શોકેસ કરી હતી અને દાવો કર્યોહતો કે આ SUV સંપૂર્ણ રીતે કોરોના વાઇરસનોચેપ રોકવામાં સક્ષમ છે. એટલે કે, આ ગાડીની અંદર કંપનીએ એક એવી પ્યૂરિફાયર સિસ્ટમ લગાવી છે કે જે વાઇરસને કારની અંદર આવતા અટકાવે છે.

હવે કંપની તેની ગાડીઓની સીધા ગ્રાહકોના ઘરે જ ડિલિવરી કરશે અને વાહનની ચાવી ડ્રોન દ્વારા ગ્રાહક સુધી પહોંચાડશે. જેથી, બે વ્યક્તિ કોઇપણ રીતે એકબીજાના સંપર્કમાં ન આવે અને આ રોગનો ફેલાવો અટકે. આ ડ્રોન ગ્રાહકના દરવાજા અથવા બાલ્કની પર ચાવીની ડિલિવરી કરશે. કંપનીનો દાવો છે કે, આ સંપૂર્ણ રીતે કોન્ટેક્ટલેસ પ્રોસેસ હશે. આ કંપનીમાંથી વ્હીકલ ઓનલાઇન ઓર્ડર કર્યાં બાદ કંપની વાન દ્વારા ગ્રાહકોના ઘરે વ્હીકલની ડિલિવરી કરશે. આ પ્રોસેસ સંપૂર્ણ રીતે સુરક્ષિત હશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી