મારુતિની નવી એસ-ક્રોસ:ગ્રિલથી લઈને હેડલાઈટ સુધી, નવા મોડલમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે; 25 નવેમ્બરે લોન્ચ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિ પોતાની નેક્સ્ટ જનરેશન લક્ઝરી હેચબેક એસ-ક્રોસને ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં લોન્ચ કરશે. રિપોર્ટ્સના અનુસાર, તેને 25 નવેમ્બરના રોજ ગ્લોબલ લોન્ચ કરવામાં આવી શકે છે. નવી એસ-ક્રોસના એક્સટીરિયરમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તેના ટેસ્ટિંગના કેટલાક ફોટો પણ સામે આવ્યા છે. કારની ફ્રંટ ગ્રિલ, હેડલાઈટ જેવા સેક્શનને સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, હવે તેની ડિઝાઈન SUV જેવી હશે. જાણો તેના વિશે બધું...

નેક્સ્ટ જનરેશન એસ-ક્રોસનું એક્સટીરિયર
એસ-ક્રોસના ફ્રંટ ગ્રિલને નવી ડિઝાઈન આપવામાં આવી છે. તેના જે ફોટો સામે આવ્યા છે તેના અનુસાર, તેમાં લાઇટ V આકારની ગ્રિલ મળશે. જ્યારે વર્તમાન મોડલમાં લાઈટ ઓવલ ગ્રિલ છે. ગ્રિલનો આકાર નાનો રાખીને હેડલાઈટવાળા સેક્શનને વધારે હાઈલાઈટ કરવામાં આવ્યો છે. તેમાં મોટા DRL'sની સાથે LED લાઈટ સેક્શન મળશે. તે ઉપરાંત તેની ફોગ લાઈટ સેક્શનને પણ બદલી દેવામાં આવી છે. વર્તમાન મોડલની તુલનામાં તેમાં ડ્યુઅલ LED ફોગ લેમ્પ મળશે. તેની ફ્રન્ટ ડિઝાઈન ક્રેટા સાથે ઘણી મળતી આવે છે.

એન્જિનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો
નવી સુઝુકી એસ-ક્રોસમાં અપડેટેડ 1.4 લીટર બુસ્ટરજેટ પેટ્રોલ એન્જિન માઈલ્ડ હાઈબ્રિડ ટેક્નોલોજીની સાથે મળવાની આશા છે. તે 104bhp સુધીનો પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરશે. એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે. તેને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની સાથે રજૂ કરવામાં આવી શકે છે.

ઘણા એડવાન્સ ફીચર્સ મળશે
કારને ઘણા ખાસ ફીચર્સની સાથે રજૂ કરવામાં આવશે. તેમાં એડવાન્સ ડ્રાઈવર અસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS)ની સાથે જ રિઝનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ, સ્ટાર્ટર જનરેટર, ટોર્ક અસિસ્ટ ફંક્શન સહિત ઘણી મિકેનિકલ સુવિધાઓ મળશે. વર્તમાન મોડલની તુલનામાં તેમાં પ્રીમિયમ અપહોલ્સ્ટ્રી અને મોટા આકારની એડવાન્સ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી શકે છે.

મારુતિ એસ-ક્રોસના વેરિઅન્ટની વર્તમાન કિંમત

વેરિઅન્ટએક્સ-શોરૂમ કિંમત
સિગ્મા859000 રૂપિયા
ડેલ્ટા980000 રૂપિયા
ઝેટા999000 રૂપિયા
ડેલ્ટા ઓટોમેટિક1100000 રૂપિયા
ઝેટા ઓટોમેટિક1119000 રૂપિયા
આલ્ફા1136000 રૂપિયા
આલ્ફા ઓટોમેટિક1256000 રૂપિયા