તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસેમ્બર ડિસ્કાઉન્ટ:સસ્તી ટિયાગોથી લઈને પ્રીમિયમ હેરિયર સુધી, ટાટા આ 8 મોડેલો પર 70 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે; જુઓ લિસ્ટ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાટા, ટિયાગો પર કુલ 28 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે
  • હેરિયર ડાર્ડ એડિશન પર 45 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

ટાટા મોટર્સ નવેમ્બર 2020માં સેલ્સના મામલે ત્રીજા ક્રમે છે. નવેમ્બર 2020ની વાત કરીએ તો ટાટાના કુલ 21,640 યુનિટ્સનું વેચાણ થયું હતું, જે ગત વર્ષે આ જ સમયગાળામાં 10,400 યુનિટ્સ હતું, એટલે કે ગત મહિને કંપનીના સેલ્સમાં 108 ટકાનો વધારો નોંધાયો. ઘરેલુ શેર માર્કેટમાં 7.6 ટકાની ભાગીદારી છે અને હાલના મહિનાઓમાં, કંપનીની વાર્ષિક વૃદ્ધિ સારી થઈ છે.

વેચાણને જાળવી રાખવા માટે ઘરેલુ નિર્માતા તેના ઘણા મોડેલો (ટિયાગો, ટિગોર, હેરિયર, અલ્ટ્રોઝ અને નેક્સન) પર સારું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ટાટાએ પોતાના સેગમેન્ટને મજબૂત બનાવવાની સાથે નવા સેગમેન્ટમાં પ્રવેશ કર્યો, કેમ કે, ફેસલિફ્ટેડ ટિયાગો, ટિગોર અને નેક્સનની સાથે હવે પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝ અને ઈલેક્ટ્રિક નેક્સન કોમ્પેક્ટ SUV પણ ડિલરશીપમાં છે.

C5 એરક્રોસ SUV ભારતમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધું જાણો

આ મોડેલો પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

  • વર્ષના છેલ્લા મહિનામાં ટાટા તેની ટૉપ સેલિંગ હેચબેક ટિયાગો પર 28 હજાર રૂપિયા સુધીનો લાભ આપી રહી છે, જેમાં 15 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 3 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
  • તો બીજી તરફ સિબલિંગ ટિગોર પર કંપની 15 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપિયાની એક્સચેન્જ બોનસ અને 3 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. એટલે કે સબ ફોર મીટર સેડાન ટિગોર પર કુલ 33 હજાર રૂપિયાનો લાભ મળી શકે છે.
  • ડાર્ક એડિશન હેરિયર રેંજમાં સૌથી ઉપર છે અને હાલમાં જ ટાટાએ પ્રીમિયમ SUVનું કેમો એડિશન રજૂ કર્યું છે. હાલના મહિનામાં હેરિયર આશરે 2 હજારથી વધારે યુનિટનું વેચાણ નોંધી રહી છે અને આવનારા મહિનાઓમાં પણ આ આંકડો વધી શકે છે.
  • હેરિયર ડાર્ક એડિશન પર કુલ 45 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 40 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ સામેલ છે.
  • ડાર્ક એડિશન સિવાય હેરિયર પર કુલ 70 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 40 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
  • ડીઝલથી ચાલતી ટાટા નેક્સન કોમ્પેક્ટ SUV પર કુલ 20 હજાર રૂપિયાનો ફાયદો થશે, તેમાં 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
  • અલ્ટ્રોઝ પેટ્રોલ વર્ઝન પર 3500 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને ડીઝલ વર્ઝન પર 10 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઇલેક્ટ્રિક નેક્સનના સિલેક્ટેડ વેરિઅન્ટ પર એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

હોન્ડાએ બાઇક માટે રીડિંગ ટેક્નોલોજીની પેટન્ટ કરાવી, આ ઇનોવેશન કેવી રીતે કામ કરશે જાણો

મોડેલ વાઈઝ ડિસ્કાઉન્ટ લિસ્ટ

ટાટા મોડેલકેશ ડિસ્કાઉન્ટએક્સચેન્જ બોનસ+કોર્પોરેટ ડિસ્કાઉન્ટકુલ લાભ
1.ટિયાગો15 હજાર રૂ.10 હજાર રૂ. + 3 હજાર રૂ28 હજાર રૂ.
2.ટિગોર15 હજાર રૂ.15 હજાર રૂ. + 3 હજાર રૂ.33 હજાર રૂ.
3.હેરિયર(ડાર્ક એડિશન સિવાય બધા, XZ+ and XZA+)25 હજાર રૂ.40 હજાર રૂ. + 5 હજાર રૂ.70 હજાર રૂ.
4.હેરિયર(DE, XZA+ and XZ+)NIL40 હજાર રૂ. + 5 હજાર રૂ.45 હજાર રૂ.
5.નેક્સન (પેટ્રોલ)NIL3 હજાર રૂ. (કોર્પોરેટ ડિસ્કાઉન્ટ)3 હજાર રૂ.
6.નેક્સન (ડીઝલ)NIL15 હજાર રૂ. + 5 હજાર રૂ.20 હજાર રૂ.
7.અલ્ટ્રોઝ (ડીઝલ)NIL3,500 રૂ.3,500 રૂ.
8.અલ્ટ્રોઝ (ડીઝલ)NIL10 હજાર રૂ.10 હજાર રૂ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો