અપકમિંગ / ટાટા, પોર્શેથી લઇને ઓડી સુધી, આ મહિને 4 નવી ગાડીઓ લોન્ચ થશે

From Tata, Porsche to Audi, 4 new cars will be launched this month

Divyabhaskar.com

Dec 09, 2019, 12:39 PM IST

ઓટો ડેસ્કઃ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં વર્ષ 2019ના છેલ્લાં મહિનામાં 4 અનેક નવી કંપનીઓ તેમની કાર લોન્ચ કરવાની છે. તેમાં ટાટા નેક્સન ઇલેક્ટ્રિક કાર સૌથી ચર્ચિત કાર છે. તેમજ, હ્યુન્ડાઇ ઓરાની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
1. હ્યુન્ડાઇ ઓરા


19 ડિસેમ્બરે હ્યુન્ડાઇ તેની નવી કોમ્પેક્ટ સિડેન ઓરા રજૂ કરશે. તેમાં BS-6 માન્ય પેટ્રોલ એન્જિન હશે. તેમજ, 1.2 લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ મળી શકે છે. આ ગાડીની કિંમત 6થી 9 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે. તેમાં અનેક વેરિઅન્ટ્સ આપવામાં આવશે. આ ગાડી આવવાથી મારુતિ ડિઝાયર, હોન્ડા અમેઝ અને ફોક્સવેગન એમિયોને ટક્કર મળશે.


2. ટાટા નેક્સન EV

16 ડિસેમ્બરના રોજ ટાટાની SUV કાર નેક્સનનું ઇલેક્ટ્રિફાઇડ વર્ઝન આવશે. ગ્રિલ અને ઇન્ટિરિયર હેરિયર જેવું હશે. આ પહેલું એવું મોડલ હશે જેમાં કંપનીની ઝિપટ્રોન પાવરટ્રેન ટેક્નોલોજી ડેબ્યુ કરી રહી છે. અપેક્ષા છએ કે આ ગાડી સિંગલ ચાર્જમાં 300 કિમી સુધી દોડી શકશે. આ ગાડીની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 15થી 17 લાખ રૂપિયા હોઈ શકે છે.


3. પોર્શ કેયન કૂપે

આ મહિનાની 13મી તારીખે પોર્શ કેયન કૂપે ભારતમાં હશે, જે સ્ટાન્ડર્ડ કેયનથી અલગ છે. રૂફલાઇન 20mm નીચે હશે. કૂપેમાં પોર્શ કનેક્ટેડ એપ, બોસ/બર્મસ્ટર સાઉન્ડ સિસ્ટમ, એડપ્ટિવ એર સસ્પેન્શન, રીઅર CL સ્ટિયરિંગ અને પોર્શ ટ્રેક્શન મેનેજમેન્ટ જેવાં ફીચર્સ મળશે. આ ગાડી 2 વેરિઅન્ટમાં આવી શકે છે. તેમજ, આ કારની કિંમત 1.50 કરોડ રૂપિયાથી વધુ રહેશે.


4. 2019 ઓડી8

ઓડીએ તાજેતરમાં જ A6 ભારતમાં રજૂ કરી હતી. હવે તે A8 લાવી શકે છે. તેનો લુક શાર્પ આપવામાં આવ્યો છે અને LED ટેલલેમ્પ્સ સાથે લાઇટ બાર પણ આપવામાં આવ્યો છે. ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટની જગ્યાએ ટ્વીન ટચસ્ક્રીન યૂનિટથી ઇન્ટિરિયર અપગ્રેડ કર્યું છે. તેનાથી ઇન્ફોટેનમેન્ટ સાથે ક્લાઇમેટ કન્ટ્રોલનું કામ કરી શકાય છે. એરક્રાફ્ટ સ્ટાઇલનું રીઅર સીટ લાઉન્જ છે. આ ગાડીમાં 3.0 લિટરનું પેટ્રોલ એન્જિન હશે અને એક્સ શો રૂમ કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હશે.

X
From Tata, Porsche to Audi, 4 new cars will be launched this month
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી