વેચાણ / સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં BS6 માન્ય ‘એક્ટિવા 125’ના 25 હજાર યુનિટ વેચાયા

From September to November, 25 thousand units of BS6 approved 'Activa 125' were sold.

  • હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 25 હજાર BS6 Honda Activa 125નું વેચાણ કર્યું 
  • ઓછી માંગવાળા ટૂ-વ્હીલર્સને BS6માં અપગ્રેડ કરવામાં નહીં આવે
  • હોન્ડાએ 14 નવેમ્બરે પોતાનું બીજું BS6 ટૂ-વ્હીલર ‘SP125’ લોન્ચ કર્યું હતું

Divyabhaskar.com

Dec 02, 2019, 07:29 AM IST

ઓટો ડેસ્ક. હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 25 હજાર BS6 Honda Activa 125નું વેચાણ કર્યું છે. કંપની 2020ની શરૂઆત સુધી પોતાના અન્ય ટૂ-વ્હીલર્સને પણ BS6માં અપગ્રેડ કરશે. જો કે, ઓછી માંગવાળા ટૂ-વ્હીલર્સને BS6માં અપગ્રેડ કરવામાં નહીં આવે. કંપનીના જણાવ્યા પ્રમાણે, કંપનીએ અત્યારે માર્કેટમાં મોટરસાયકલ અને સ્કૂટરના 20થી વધુ મોડેલ રજૂ કરી રહી છે. તેમાંથી ઘણા મોડેલની માર્કેટમાં સારી માંગ છે, જેના પગલે તેમનું BS6 મોડેલ રજૂ કરવામાં આવશે.

કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ યદવિંદર સિંહ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે, અમે આ વર્ષે જૂનમાં એક્ટિવા 125ના BS6 મોડેલ રજૂ કર્યા હતા. તેનું વેચાણ સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું અને 15 નવેમ્બર સુધી આ સ્કૂટરના 25 હજાર યુનિટ વેચાયા છે. BS6 એક્ટિવા લગભગ અમારા તમામ નેટવર્ક પર પહોંચી ગઈ છે.

ડીલરશિપ પર પહોંચવા લાગી પહેલી BS6 બાઈક
હોન્ડાએ 14 નવેમ્બરે પોતાનું બીજું BS6 ટૂ-વ્હીલર ‘SP125’ લોન્ચ કર્યું હતું. કંપનીના જણાવ્યા પ્રમાણે, તે કંપનીની પહેલી BS6 મોટરસાયકલ છે. નવેમ્બરના છેલ્લા સપ્તાહ સુધી તે કંપનીની ડીલરશીપ પર પણ પહોંચવા લાગી છે. ‘BS6 હોન્ડા SP125 ડ્રમ’ વેરિઅન્ટની કિંમત 72, 900 રૂપિયા અને ડિસ્ક વેરિઅન્ટની કિંમત 77,100 રૂપિયા છે.

ઓછી માંગવાળા મોડેલ બંધ કરવામાં આવશે
કંપનીના જણાવ્યા મુજબ, મોટાભાગના મોડેલને કંપની BS6માં અપગ્રેડ કરીને માર્કેટમાં લોન્ચ કરશે. પરંતુ કેટલાંક મોડેલ BS6 એમિશન નોર્મ્સના અનુરૂપ અપગ્રેડ કરવામાં નહીં આવે. આ મોડેલ મર્યાદિત સંખ્યામાં હશે, તેની માંગ બીજા મોડેલ કરતા પણ ઓછી છે. તેથી આ મોડેલને BS6માં અપગ્રેડ કરવામાં નહીં આવે, નવા એમિશન નોર્મ્સ લાગુ થયા બાદ આ મોડેલને બંધ કરવામાં આવશે, કેમ કે 1 એપ્રિલથી BS6 ફરજિયાત થઈ જશે.

X
From September to November, 25 thousand units of BS6 approved 'Activa 125' were sold.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી