• Gujarati News
  • Utility
  • Automobile
  • From Scooters To Food Delivery Bikes, Many Vehicles Were Launched On The First Day Of The Expo. Find Out The Top Speed And Range In 10 Photos.

તસવીરોમાં EV એક્સપો 2021:સ્કૂટરથી લઇને ફૂડ ડિલિવરી બાઇક સહિત અનેક વ્હીકલ્સ એક્સપોના પહેલા દિવસે જ લોન્ચ થયાં, 10 ફોટોઝમાં ટોપ સ્પીડ અને રેન્જ જાણી લો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઇલેક્ટ્રિક એક્સપો શરૂ થયો છે. ઇવેન્ટમાં વિવિધ પ્રકારના વ્હીકલ્સ જોવા મળી રહ્યાં છે. તેમાંથી કેટલાકની ટોપ સ્પીડ 25 કિમી અને કેટલાકની રેન્જ 100 કિમીથી વધુ છે. અમે તમને ફોટા દ્વારા ઇવેન્ટના બેસ્ટ વ્હીકલ્સ બતાવી રહ્યા છીએ.

1. eVtric રાઇડ
EVtricની કિંમત 68,000 રૂપિયા છે. તે સિંગલ ચાર્જ પર 75Kmની રેન્જ આપે છે અને તેની ટોપ સ્પીડ 25 કિમી/કલાક છે.

2. eVtric એક્સેસ
EVtricની કિંમત 65,000 રૂપિયા છે. તે સિંગલ ચાર્જ પર 75 કિમીની રેન્જ આપે છે. તેમજ, તેની ટોપ સ્પીડ 25 કિમી/કલાક હશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

3. Altiusની ફેમિલી બાઇક્સ
બાઇક સિંગલ ચાર્જ પર 140થી 150 કિમીની રેન્જ આપશે. તેમજ, ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર 110 કિમી સુધીની રેન્જ આપશે. સબસિડી સાથે બાઇકની પ્રારંભિક કિંમત 48,000 રૂપિયાની આસપાસ છે. તેમજ, સબસિડી સાથે સ્કૂટરની કિંમત 35,000 રૂપિયા સુધી જાય છે.

4. સપ્રીમ સ્માર્ટ પાવર લિમિટેડ
આ કંપની ઇ-બાઇક અને ઇ-સ્કૂટર લઇને આવી છે. તેમના મોડેલ હેલિઓસ અને એયોલોસ છે. બંનેમાં લગભગ સમાન ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યાં છે. પરંતુ ડિઝાઇનમાં તફાવત છે. બંને લિથિયમ-આયન બેટરીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે આ બંને બાઇક સિંગલ ચાર્જ પર લગભગ 70 કિમીની રેન્જ આપશે.

5. ટેરા મોટર્સ ઓટો
ટેરા મોટર્સે હજુ નામ અને કિંમતની જાહેરાત કરી નથી. જો કે, તેની કિંમત 2 લાખ રૂપિયા સુધી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સિંગલ ચાર્જ પર 100- 120 કિમીની રેન્જ મળશે. બેટરી ચાર્જ કરવામાં 3થી 4 કલાક લાગે છે. પાછળ કેમેરા મૂકવામાં આવ્યો છે, જે ઓટોને રિવર્સ કરવામાં પાછળની વસ્તુઓ ફ્રંટ મિરરમાં દર્શાવે છે.

6. ટેરા મોટર્સ ઇ-રિક્ષા
રિક્ષા- ટેરા મોટર્સના ઇ-રિક્ષાના મોડેલની સુમોની કિંમત 1.30 લાખ રૂપિયા છે. રિક્ષામાં 4 મુસાફરો બેઠા પછી પણ સિંગલ ચાર્જમાં રિક્ષા 70-80 કિમીની રેન્જ આપે છે. બેટરીનો ચાર્જિંગ સમય 7થી 8 કલાકનો છે.

7. રેમોટોસ ઇન્ડિયાની ઇ-બાઇક
ઇ-બાઇકની લોન્ચિંગ કિંમત 1.05 લાખ રૂપિયા છે. બાઇકમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે તે સિંગલ ચાર્જ પર 80 કિમી સુધી ચાલશે. તેમજ, તેની ટોપ સ્પીડ 80km/h છે. તે ચાવી વગર જ ચાલુ થઈ જશે. તેમાં એલોય વ્હીલ્સ સાથે ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે.

8. રેમોટોસ ઇન્ડિયા ઇ-સ્કૂટર
રિમોટોસે તેનું ઈ-સ્કૂટર પણ રજૂ કર્યું છે. જો કે, કંપનીએ હજુ સુધી તેનું નામ જાહેર કર્યું નથી. સબસિડી પછી આ સ્કૂટરની કિંમત 60 હજાર રૂપિયા હશે. તેમાં લિથિયમ-આયન બેટરી પણ મળશે. તેમજ, તેની રેન્જ પણ સિંગલ ચાર્જ પર 80km સુધીની હશે.

9. eVtric ફૂડ ડિલિવરી બાઇક

10. લિવગાર્ડ બેટરી
આ બેટરીઓ ઈ-રિક્ષા માટે હશે. કંપનીના લીડ એસિડ 4-બેટરી સેટની કિંમત 30,000 રૂપિયા રાખવામાં આવી છે. તેમને 1 વર્ષની વોરંટી મળશે. તેમજ, લિથિયમની એક સેટ બેટરીની કિંમત 70 હજાર હશે પરંતુ તેની વોરંટી ત્રણ વર્ષની હશે.

અન્ય સમાચારો પણ છે...