તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ ડિસ્કાઉન્ટ:સસ્તી સેન્ટ્રોથી લઈને પ્રિમિયમ એલાન્ટ્રા સુધી, હ્યુન્ડાઈની આ 6 કાર પર 1 લાખ રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સેન્ટ્રોની એરા ટ્રિમ પર 15 હજાર રૂપિયા અને અન્ય ટ્રિમ પર વેરિઅન્ટ પર 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
 • એલાન્ટ્રાના ડીઝલ મોડેલ પર કોઈ ડિસ્કાઉન્ટ નથી, પરંતુ પેટ્રોલ મોડેલ પર 70 હજાર રુપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

વેચાણના મામલે હ્યુન્ડાઈ ભારતની બીજી સૌથી મોટી કાર મેકર છે. કંપની વેલ્યુ ફોર મની પ્રોડક્ટ બનાવવા માટે જાણીતી છે. તે પોતાના વાહનોમાં શક્તિશાળી અને અફોર્ડેબલ એન્જીનનો ઉપયોગ કરે છે. કંપની આ ફેસ્ટિવ સીઝનમાં કેટલીક શાનદાર છૂટ આપી રહી છે. તેથી વધારે ગ્રાહકોને આકર્ષિત કરી શકાય અને વેચાણ વધારી શકાય.

જો તમે ધનતેરસ અને દિવાળીના દિવસે પણ કાર નથી ખરીદી શક્યા તો હવે તમારા પાસે ડિસ્કાઉન્ટમાં કાર ખરીદવાની આ ઉત્તમ તક છે. હ્યુન્ડાઈ તેની તમામ કાર પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આવો જાણીએ કંપની કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

1. હ્યુન્ડાઈ સેન્ટ્રો
આ કંપનીની સૌથી સસ્તી કાર છે. બેઝ મોડેલ એરા ટ્રિમ પર 15 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળે છે. અન્ય ટ્રિમ વેરિઅન્ટ્સ પર 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ કંપની ઓફર કરી રહી છે. આ સિવાય 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને સાથે 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે.

2. હ્યુન્ડાઈ ગ્રેન્ડ i10
કારની છેલ્લી એડિશન હજુ પણ કેટલાક બેનિફિટ સાથે અવેલેબલ છે. કંપની આ કાર પર 40 હજાર રુપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ હેચબેક પર 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

3. હ્યુન્ડાઈ ગ્રેન્ડ i10 નિઓસ
નવી જનરેશન ગ્રેન્ડ i10 નિઓસ ગત વર્ષે ભારતમાં લોન્ચ થઈ હતી. આ હેચબેક ઘણી પ્રિમિયમ સુવિધાઓ આપે છે. તેમાં ડીઝલ એન્જીનનો ઓપ્શન પણ મળે છે. કંપની આ કાર પર 10 હજાર રુપિયાનું ડિસ્કાઉન્ટ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. સાથે જ જૂની કાર એક્સચેન્જ કરવા પર 10 હજાર રુપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે.

4. હ્યુન્ડાઈ એલિટ i20
નવી જનરેશનની હ્યુન્ડાઈ એલિટ i20ને કંપનીએ ભારતમાં લોન્ચ કરી છે. તેમાં ઘણાં પ્રિમિયમ ફીચર્સ મળે છે. કંપની જૂની જનરેશન પર 50 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે.

5. હ્યુન્ડાઈ ઓરા
હ્યુન્ડાઈની સબ 4 મીટર સેડાન ઓરા પર કંપની 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ ઓફર કરી રહી છે.

6. હ્યુન્ડાઈ એલાન્ટ્રા
કંપની આ કારના પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટ પર 70 હજાર રુપિયાનું અને પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટ પર 30 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિેવાય આ સેડાન પર 30 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે. કંપની સેડાન પર કોર્પોરેટ ડિસ્કાઉન્ટ નથી આપી રહી. ડીઝલ મોડેલ પર કેશ ડિસ્કાઉન્ટ નહિ મળે.

હ્યુન્ડાઈ દિવાળી ડિસ્કાઉન્ટ

મોડેલકેશ ડિસ્કાઉન્ટ (રૂપિયામાં)એક્સચેન્જ બોનસ+કોર્પોરેટ ડિસ્કાઉન્ટ (રૂપિયામાં)કુલ ડિસ્કાઉન્ટ (રૂપિયામાં)
સેન્ટ્રો (Era)15,00015,000 + 5,000​​​​​​​35,000​​​​​​​
સેન્ટ્રો (અન્ય તમામ ટ્રિમ્સ)25,00015,000​​​​​​​ + 5,000​​​​​​​45,000​​​​​​​
ગ્રેન્ડ i1040,00015,000​​​​​​​ + 5,000​​​​​​​60,000​​​​​​​
ગ્રેન્ડ i10 નિઓસ10,00010,000​​​​​​​+ 5,000​​​​​​​25,000​​​​​​​
એલિટ i2050,00020,000​​​​​​​​​​​​​​. + 5,000​​​​​​​75,000​​​​​​​
ઓરા10,00015,000 + 5,00030,000​​​​​​​
એલાન્ટ્રા (પેટ્રોલ)

70,000 (MT)

30,000 (AT)

30,000 + 0

1 લાખ (MT)

60,000​​​​​​​ (AT)

એલાન્ટ્રા (ડીઝલ)-30,000 + 030,000​​​​​​​

ગ્લોબલ NCAP ટેસ્ટ:મારુતિ S Pressoને ક્રેશ ટેસ્ટમાં એક પણ સ્ટાર ન મળ્યો, હ્યુન્ડાઈ i10 નિઓસ અને કિઆ સેલ્ટોસ કેટલી સુરક્ષિત છે જાણી લો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો