જો તમે આ અઠવાડિયે ગાડી ખરીવાનું વિચારી રહ્યા હો તો અહીં તમને મારુતિ, હોન્ડા, હ્યુન્ડાઈ, ફોક્સવેગન, ટોયોટા, ટાટા જેવી કંપનીઓની સિડેન પર ચાલી રહેલી ઓફર્સ વિશે જાણવા મળશે. આ કંપનીઓ દ્વારા આપવામાં આવી રહેલું યર એન્ડ ડિસ્કાઉન્ટ પણ છે. તેમાં તમને સિડેનની ખરીદી પર 2.5 લાખ રૂપિયા સુધી ફાયદો થશે.
1. હોન્ડા સિવિક (એક્સ શો રૂમ કિંમત 17.94 લાખ રૂપિયા)
2.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
હોન્ડા સિવિક કમ્ફર્ટેબલ અને સ્પેશિયસ સિડેનની કેટેગરીમાં આવે છે. તે પોતાના સ્પોર્ટી લુક અને ડિઝાઈનના કારણે કોઈને પણ આકર્ષિત કરે છે. આ કારમાં 1.8 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 141hpનો પાવર જનરેટ કરે છે. તેમજ તેનું 1.6 લિટર ડીઝલ એન્જિન 120hp પાવર જનરેટ કરે છે. કંપની અત્યારે આ કાર પર કુલ 2.5 લાખ રૂપિયાની ઓફર આપી રહી છે.
2. ફોક્સવેગન વેન્ટો (એક્સ શો રૂમ કિંમત 8.94 લાખ રૂપિયા)
1.6 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
ફોક્સવેગન વેન્ટો છેલ્લા 10 વર્ષોથી સિડેન કેટેગરીમાં પોતાની ધાક જમાવે છે. આ દરમિયાન આ મોડેલમાં ઘણા બધા ફેરફાર કરવામાં નથી આવ્યા. જો કે, આ વર્ષની શરૂઆતમાં ફોક્સવેગન વેન્ટોએ એક નવું 110hp પાવરવાળું 1.0 લિટર TSI એન્જિનનો ઓપ્શન આપ્યો છે. કંપની વર્ષના છેલ્લાં મહિનામાં આ સિડેન પર 1.6 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
3.હ્યુન્ડાઇ એલેન્ટ્રા (એક્સ શો રૂમ કિંમત 17.60 લાખ રૂપિયા)
1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
હ્યન્ડાઈ એલેન્ટ્રાની ભારતીય માર્કેટમાં સીધી ટક્કર હોન્ડા સિવિક સાથે થાય છે. આ સ્ટાઈલિશ સિડેનને 2.0 લિટર પેટ્રોલ અથવા 1.5 લિટર ડીઝલ એન્જિનમાં ખરીદી શકાય છે. બંને એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શનથી સજ્જ છે. અત્યારે કંપની આ સિડેન પર 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
4. હ્યુન્ડાઈ ઓરા (એક્સ શો રૂમ કિંમત 5.86 લાખ રૂપિયા)
70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
હ્યુન્ડાઈએ પોતાની એક્સેન્ટ સિડેનને ઓરા સાથે રિપ્લેસ કરી છે. તે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં મળે છે. તેમજ તેને CNG ઓપ્શનમાં પણ ખરીદી શકાય છે. તેમાં વાયરલેસ ચાર્જિગ જેવા ફીચર્સ પણ મળે છે. અત્યારે કંપની આ સિડેન પર 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
5. મારુતિ સુઝુકી સિયાઝ (એક્સ શો રૂમ કિંમત 8.32 લાખ રૂપિયા)
61,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
સિયાઝ મારુતિની પોપ્યુલ અને લક્ઝરી સિડેન છે. તેમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 105hp પાવર જનરેટ કરે છે. ભારતીય માર્કેટમાં તેની સીધી ટક્કર હ્યુન્ડાઈ વર્ના સાથે છે. કંપની અત્યારે આ કાર પર 61, 000 રૂપિયા સુધીનું યર એન્ડ ડિસ્કાઉન્ટ આપી રહી છે.
6. ટોયોટા યારિસ (એક્સ શો રૂમ કિંમત 9.16 લાખ રૂપિયા)
60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
ટોયોટાની આ સિડેન તેનાં સેફ્ટી ફીચર્સ માટે પોપ્યુલર છે. તેમાં 7 એરબેગ્સ આપવામાં આવી છે. તેમજ, કંપની 3 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અથવા 3 વર્ષમાં અનલિમિટેડ કિમીની ઓફર આપી રહી છે. કંપની આ સિડેન પર 60,000 રૂપિયા સુધીનું ઇયર-એન્ડ ડિસ્કાઉન્ટ આપી રહી છે.
7. હોન્ડા અમેઝ (એક્સ શો રૂમ કિંમત 6.17 લાખ રૂપિયા)
37,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
સેકન્ડ જનરેશન હોન્ડા અમેઝ ચાર એન્જિન ઓપ્શનમાંમ આવે છે. ઇન્ડિયન માર્કેટમાં તે મારુતિ ડિઝાયર સાથે સ્પર્ધા કરે છે. અત્યારે કંપની આ કાર પર 37,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
8.મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ફેસલિફ્ટ (એક્સ શો રૂમ કિંમત 5.89 લાખ રૂપિયા)
35,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
મારુતિની સૌથી લોકપ્રિય અને દેશની સૌથી વધુ વેચાતી સિડેન સ્વિફ્ટ ડિઝાયર ફેસલિફ્ટ ફક્ત પેટ્રોલ એન્જિન્સમાં જ આવે છે. તેમાં 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન છે, જે 90hp પાવર જનરેટ કરે છે. તેમાં સ્પેશિયસ કેબિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન છે. અત્યારે કંપની આ કાર પર 35,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
9. ટાટા ટિગોર (એક્સ શો રૂમ કિંમત 5.39 લાખ રૂપિયા)
30,000 સુધીનું ડિસ્કાઉન્ટ
ટાટા તેની કોમ્પેક્ટ સિડેન ટિગોર પર યર એન્ડ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સ્ટાઇલિશ સિડેનમાં 1.2 લિટરનું એન્જિન આપવામાં આવ્યું છે. અત્યારે તેની પર 30,000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.