બેસ્ટ સેલિંગ યુટિલિટી વ્હીકલ:મારુતિ બ્રેઝાથી હ્યુન્ડાઈ ક્રેટા સુધી, એપ્રિલ 2020થી માર્ચ 2021 સુધી 5 ગાડીઓ ઇન ડિમાન્ડ રહી, લિસ્ટ ચેક કરી લો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19 રોગચાળાએ દેશની ઓટો ઇન્ડસ્ટ્રીને પણ અસર કરી છે. જો કે, તેના કારણે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટની ડિમાન્ડ ઝડપથી વધી છે. ખાસ કરીને હવે લોકો યુટિલિટી વ્હીકલ (UV) તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. નાણાકીય વર્ષ 2021 પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 27,11,457 યૂનિટ વેચાયાં હતાં. આ આંકડો માત્ર 11 મહિનાનો છે. ગયા વર્ષે એપ્રિલમાં કોવિડને કારણે એક પણ વાહન વેચાયું ન હતું. અહીં અમે તમને આ સમયગાળા દરમિયાન વેચાયેલા ટોપ-5 યુટિલિટી વ્હીકલ વિશે જણાવી રહ્યાં છીએ.

નાણાકીય વર્ષ 2021 દરમિયાન ક્રેટાનાં 1,20,035 યૂનિટ વેચાયાં
નાણાકીય વર્ષ 2021 દરમિયાન ક્રેટાનાં 1,20,035 યૂનિટ વેચાયાં

નંબર-1
હ્યુન્ડાઈ ક્રેટા (1,20,035 યૂનિટ)

હ્યુન્ડાઇએ માર્ચ 2020માં નવી ક્રેટા લોન્ચ કરી હતી. તે UV સેગમેન્ટમાં લીડર રહી. નાણાકીય વર્ષ 2021 દરમિયાન તેણે 1,20,035 યૂનિટ વેચ્યાં હતાં. આ સમય દરમિયાન કંપનીએ ડીઝલ વેરિઅન્ટમાં 72,329 ક્રેટા અને પેટ્રોલ વેરિઅન્ટમાં 47,706 ક્રેટા વેચી હતી. વાર્ષિક ધોરણે તેમાં 46% ગ્રોથ નોંધાયો છે. નાણાકીય વર્ષ 2020 દરમિયાન તેનાં 82,074 યૂનિટ વેચાયાં હતાં.

એન્જિન: ક્રેટામાં 1.5 લિટર, 1.5 લિટર ડીઝલ અને 1.4 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. બધા એન્જિન BS6 6 નોર્મ્સ અનુસાર છે. ઇન્ડિયન માર્કેટમાં તે મારુતિ બ્રેઝા, કિઆ સેલ્ટોસ, MG હેક્ટર, રેનો ડસ્ટર અને નિસાન કિક્સને ટક્કર આપે છે.

નાણાકીય વર્ષ 2021 દરમિયાન બ્રેઝાનાં 94,635 યૂનિટ વેચાયાં
નાણાકીય વર્ષ 2021 દરમિયાન બ્રેઝાનાં 94,635 યૂનિટ વેચાયાં

નંબર-2
મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા (94,635 યૂનિટ)

નાણાકીય વર્ષ 2021 દરમિયાન બ્રેઝાનાં 94,635 યૂનિટ વેચાયાં હતાં. કંપની દ્વારા બ્રેઝાના ડીઝલ વેરિઅન્ટને બંધ કરવામાં આવ્યું હતું. જો કે, આ વર્ષે કંપની ફરીથી ડીઝલ વેરિઅન્ટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. નાણાકીય વર્ષ 2020માં 1,10,641 બ્રેઝા વેચાઈ હતી, જેમાં 98,280 ડીઝલ એન્જિનવાળી હતી. એટલે કે કંપનીએ 89% ડીઝલ મોડેલ વેચ્યાં છે. કંપનીએ તેનું પેટ્રોલ મોડેલ 6 ફેબ્રુઆરી 2020ના રોજ લોન્ચ કર્યું હતું.

એન્જિન: બ્રેઝામાં 1.5-લિટર K15B પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 105hp પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે. કંપની આ એન્જીનનો ઉપયોગ તેની અન્ય કાર જેવી કે સિયાઝ, અર્ટિગા અને XL6માં પણ કરે છે. એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

નાણાકીય વર્ષ 2021 દરમિયાન 92,972 વેન્યૂ વેચાઈ
નાણાકીય વર્ષ 2021 દરમિયાન 92,972 વેન્યૂ વેચાઈ

નંબર-3
હ્યુન્ડાઇ વેન્યૂ (92,972 યૂનિટ)

વેન્યૂ પણ ભારતની મોસ્ટ ડિમાન્ડિંગ મિનિ SUVમાં સામેલ થઈ ચૂકી છે. કંપની હ્યુન્ડાઈએ નાણાકીય વર્ષ 2021 દરમિયાન 92,972 વેન્યૂ વેચી. કંપનીએ નાણાકીય વર્ષ 2020 દરમિયાન 93,624 યૂનિટ વેચ્યાં હતાં. એટલે કે, તેની માગ જૂનાં વર્ષ જેવી જ હતી. એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમિયાન વેન્યૂના ડીઝલ વેરિઅન્ટ્સમાં 19,392 યૂનિટ વેચાયાં હતાં અને પેટ્રોલ વેરિઅન્ટ્સ 73,580 યૂનિટ વેચાયાં હતાં.

એન્જિન: વેન્યૂમાં ત્રણ એન્જિન ઓપ્શન આપવામાં આવ્યા છે. તે 1.0-લિટર ટર્બો ચાર્જ પેટ્રોલ, 1.2-લિટર પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર ડીઝલ એન્જિનમાં ખરીદી શકાશે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ છે. આ કારની સ્પર્ધા કિઆ સોનેટ, ટોયોટા અર્બન ક્રુઝર, નિસાન મેગ્નાઇટ અને રેનો કાઇગર સાથે છે.

નાણાકીય વર્ષ 2021 દરમિયાન કંપનીએ 89,173 યૂનિટ વેચ્યાં
નાણાકીય વર્ષ 2021 દરમિયાન કંપનીએ 89,173 યૂનિટ વેચ્યાં

નંબર-4
કિઆ સેલ્ટોસ (89,173 યૂનિટ)

કિઆ સેલ્ટોસ ટોપ યુટિલિટી વ્હીકલ્સનાં લિસ્ટમાં ચોથા નંબર પર આવી છે. નાણાકીય વર્ષ 2021 દરમિયાન કંપનીએ 89,173 યૂનિટ વેચ્યાં હતાં. આ સમયગાળા દરમિયાન 38,237 યૂનિટ ડીઝલ વેરિઅન્ટ અને 50,936 યૂનિટ પેટ્રોલ વેરિઅન્ટ વેચાયાં છે. નાણાકીય વર્ષ 2020માં તેણે 81,717 યૂનિટ વેચ્યાં હતાં. સેલ્ટોસની સીધી ટક્કર હ્યુન્ડાઇ ક્રેટા સાથે છે.

એન્જિન: સેલ્ટોસમાં 1 ડીઝલ અને 2 પેટ્રોલ એન્જિન ઓપ્શન આવે છે. તેમાં 1493cc ડીઝલ, 1497cc અને 1353cc પેટ્રોલ એન્જિન ઓપ્શન છે. બંને એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. એન્જિન પ્રમાણે તેની એવરેજ 16.1 થી 20.8 kmpl સુધીની છે.

નાણાકીય વર્ષ 2021 દરમિયાન કંપનીએ 88,571 યૂનિટ વેચ્યાં
નાણાકીય વર્ષ 2021 દરમિયાન કંપનીએ 88,571 યૂનિટ વેચ્યાં

નંબર-5
મારુતિ અર્ટિગા (88,571 યૂનિટ)

આ મારુતિની સૌથી વધુ ડિમાન્ડિંગ 7 સીટર કાર છે. નાણાકીય વર્ષ 2021 દરમિયાન કંપનીએ 88,571 યૂનિટ વેચ્યાં હતાં. જો કે, તેણે નાણાકીય વર્ષ 2020માં 90,543 યૂનિટ વેચ્યાં હતાં. આ કાર પણ ફક્ત પેટ્રોલ એન્જિનમાં જ અવેલેબલ છે. નાણાકીય વર્ષ 2020 દરમિયાન કંપનીએ ડીઝલ એન્જિન મોડેલના 39,731 યૂનિટનું વેચાણ કર્યું હતું. આર્ટિગામાં CNG મોડેલ પણ આપવામાં આવ્યું છે.

એન્જિન: આર્ટિગા 1 પેટ્રોલ અને 1 CNG એન્જિન ઓપ્સન સાથે આવે છે. તમે તેને 1462cc પેટ્રોલ અને 1462cc CNG એન્જિનમાં ખરીદી શકો છો. બંને મોડેલો મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં આવે છે. એન્જિન પ્રમાણે તેની એવરેજ 17.99 kmplથી 26.08 km/kg સુધી છે.