ભાવવધારો:1 જાન્યુઆરીથી કિઆ મોટર્સની સોનેટ અને સેલ્ટોસ મોંઘી થઈ જશે, કિઆ કાર્નિવલની કિંમતમાં કોઈ ફેરફાર નહીં થાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિઆ મોટર્સ તેની બંને SUV સેલ્ટોસ અને સોનેટની કિંમત વધારવાની છે - રિપોર્ટ
  • પ્રીમિયમ MPV કાર્નિવલની કિંમત 24.95-33.95 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) સુધી છે

કિઆ મોટર્સ ઈન્ડિયાએ ડોમેસ્ટિક માર્કેટમાં તેના પહેલાં વર્ષમાં રેકોર્ડ ઓપરેશનલ પ્રોફિટ નોંધાવ્યો છે અને આ સફળતામાં કંપનીની બે SUV સેલ્ટોસ અને સોનેટ મોટી ભૂમિકા નિભાવી રહી છે. તે એકદમ સામાન્ય બાબત છે કે ઓટોમોબાઈલ કંપની કોઇપણ કેલેન્ડર વર્ષની શરૂઆતમાં તેમની ગાડીઓના ભાવમાં વધારો કરે છે અને આ ક્રમ વર્ષ 2021માં પણ જળવાઈ રહેશે.

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL) તેના મોડેલ્સના ભાવમાં વધારો કરવા માટે તૈયાર છે. જ્યારે કિયા મોટર્સ તેની SUV સેલ્ટોસ અને સોનેટ બંનેના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. તેમજ, પ્રીમિયમ, પ્રેસ્ટિજ અને લિમોઝિન જેવાં ત્રણ વેરિઅન્ટમાં વેચાતી કિઆ કાર્નિવલ MPVની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. 7, 8, 9 સીટર કોન્ફિગ્રેશનમાં વેચાતી કાર્નિવલ પ્રીમિયમ MPVની કિંમત 24.95 લાખ રૂપિયાથી 33.95 લાખ રૂપિયા સુધી છે.

સૌથી વધુ વેચાતી SUVમાં એક સોનેટ

  • સપ્ટેમ્બરમાં સોનેટ કોમ્પેક્ટ SUVનું વેચાણ શરૂ થયું અને મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, હ્યુન્ડાઈ વેન્યૂ, ટાટા નેક્સન, મહિન્દ્રા XUV300 અને ફોર્ડ ઇકોસ્પોર્ટને પડકારતા તે પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાનારી કોમ્પેક્ટ SUV બની.
  • આ 6 ટ્રિમ લેવલમાં ટેક લાઇન અને જીટી લાઇન વેરિઅન્ટમાં અવેલેબલ છે. તેનાં બેઝ 1.2 લિટર પેટ્રોલ HTE MTની કિંમત 6.71 લાખ રૂપિયા, જ્યારે ટોપ રેન્જિંગ 1.5 લિટર ડીઝલ GTX+ની કિંમત 11.99 લાખ (એક્સ શો રૂમ, ઇન્ટ્રોડક્ટરી) છે.

ગયા વર્ષે પણ સેલ્ટોસની કિંમતમાં વધારો થયો હતો

  • સેલ્ટોસને સૌપ્રથમ સાઉથ કોરિયન કંપની દ્વારા ઓગસ્ટ 2019માં લોન્ચ કરવામાં આવી હતી અને જાન્યુઆરી 2020માં તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
  • HTE ટેક લાઇન પેટ્રોલમાં 20 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય ટેક લાઇનના વેરિઅન્ટના ભાવમાં 30,000 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો.
  • ટેક લાઇનના ડીઝલ વેરિઅન્ટમાં 35 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો, જે GTX+ ઓટો જેટલી હતી. ઓન-રોડ પ્રાઇસમાં 2%નો વધારો થયો હતો.
  • અત્યારે મિડ સાઇઝ 5 સીટર SUVની કિંમત 9.89 લાખથી 17.34 લાખ (એક્સ શો રૂમ) છે.
  • આવતા વર્ષે બંને SUVની કિંમતમાં વધારો થવાની ધારણા છે અને કેટલીક જગ્યાએ આશરે ત્રણ મહિનાનો વેઇટિંગ પિરિઅડ રહેશે.
અન્ય સમાચારો પણ છે...