તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • From Hyundai N Line To Volkswagen Tygun Will Be Launched This Month, Check Which Superbikes Are Coming In The Bike Segment

સપ્ટેમ્બર લોન્ચિંગ:આ મહિને હ્યુન્ડાઈ N-Lineથી લઇને ફોક્સવેગન ટાઇગુન થશે લોન્ચ, બાઇક સેગમેન્ટમાં કઈ સુપરબાઇક્સ આવી રહી છે ચેક કરી લો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનનો લાભ ઉઠાવીને ઓટોમોબાઇલ કંપનીઓ તેમની નવી નવી પ્રોડક્ટ લઇને માર્કેટમાં આવવા જઈ રહી છે. આ ફેસ્ટિવ સિઝનમાં જો તમે નવી ગાડી અથવા બાઇક ખરીદવા માગતા હો તો અમે તમારા માટે આ સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થનારાં બ્રાંડ ન્યૂ વ્હીકલ્સનું લિસ્ટ લઇને આવ્યાં છીએ. તો ચાલો ચેક કરી લઇએ માર્કેટમાં કઈ ગાડી અને બાઇકની એન્ટ્રી થશે...

1. હ્યુન્ડાઇ i20 N-Line
હ્યુન્ડાઇ i20 N-Line પહેલેથી જ શોકેસ કરી દેવામાં આવી છે અને કંપની હવે તેને ઓફિશિયલી 2 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. i20 N-Line લોકપ્રિય કોરિયન હેચબેકનું સ્પોર્ટિયર વેરિઅન્ટ છે અને આ કારમાં અપડેટેડ ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે, જે ગ્રાહોકને પસંદ આવે તેવી શક્યતા છે.
2. ફોક્સવેગન ટાઇગુન
ફોક્સવેગન ટાઇગુન ભારતમાં 23 સપ્ટેમ્બરે લોન્ચ થઈ શકે છે. ફોક્સવેગન ટાઇગુન SUVમાં બે પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં આપવામાં આવશે. આ બંને એન્જિન સાથે કંપની 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ AMT ટ્રાન્સમિશન ઓફર કરવા જઈ રહી છે. આ કાર 10 લાખથી 15 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ થઈ શકે છે.
3. MG એસ્ટર
MG ટૂંક સમયમાં તેની નવી SUV Aster લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં ઘણાં એડવાન્સ ફીચર્સની સાથે વોઈસ કમાન્ડ ફીચર પણ આપવામાં આવી રહ્યું છે. કંપની આ કારમાં માત્ર એક જ એન્જિનનો વિકલ્પ આપવા જઈ રહી છે. આ એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવી શકે છે. કંપની આ કારને 10 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરી શકે છે.
4.કિઆ સેલ્ટોસ X-Line
કિઆ સેલ્ટોસ કંપનીની પહેલી એવી કાર છે જે ઇન્ડિયન માર્કેટમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. આ પછી, કોરિયન કંપની હવે ઇન્ડિયન માર્કેટમાં સેલ્ટોસનું X-Line વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અત્યારે કિઆએ આ SUVની લોન્ચિંગ ડેટ જાહેર કરી નથી. પરંતુ એવી અપેક્ષા છે કે તે તેને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાંમાં લોન્ચ કરી શકે છે.
આ કાર 16.50 લાખથી 18.85 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ થઈ શકે છે.
5. ઓડી ઇ-ટ્રોન GT
ઓડી ઇન્ડિયાએ તાજેતરમાં ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર-ટ્રોન GTનો એક નાનો ટીઝર વીડિયો બહાર પાડ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેને આગામી કેટલાક સપ્તાહમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ઈ-ટ્રોન GT ફુલ ચાર્જ થયા બાદ 487 કિમીની રેન્જ આપે છે. તેમજ, સ્પીડની દૃષ્ટિએ તે ફક્ત 4.1 સેકંડમાં કલાક દીઠ 100 કિમીની ઝડપ પકડી શકે છે.

1. ન્યૂ રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350
ક્લાસિક 350 બાઇક રોયલ એન્ફિલ્ડની સૌથી વધુ વેચાનારી બાઇક છે. કંપની આ બાઇકનું નેક્સ્ટ જનરેશન મોડેલ 1 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ રહી છે. આ બાઇકમાં કંપનીએ મિટિયર 350નું 349cc એર કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે, જે 20.4 Ps પાવર અને 27 Nm ટોર્ક જનરેટ કરે છે.
2. રોયલ એન્ફિલ્ડ 650 ક્રૂઝર
રોયલ એન્ફિલ્ડ ફેસ્ટિવ સિઝનમાં બીજી એક બાઇક RE ક્રૂઝર લોન્ચ કરવાની છે. આ બાઇકમાં કંપની 650ccનું પેરેલલ ટ્વીન એન્જિન આપી શકે છે, જેમાં 47.65ps પાવર અને 52 Nm ટોર્ક જનરેટ થશે.
3. બજાજ પલ્સર 250F
બજાજ આ બાઇકમાં સિંગલ સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન આપશે, જે 20.4hp પાવર અને 18.5Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમજ, આ બાઇકની પ્રારંભિક કિંમત 1 લાખ રૂપિયાથી થોડી વધારે હોઈ શકે છે અને આ બાઇક KTM Duke 250 (2.28 લાખ રૂપિયા, એક્સ-શોરૂમ), સુઝુકી Gixxer 250SF (1.81 લાખ રૂપિયા, એક્સ-શોરૂમ) જેવી બાઇકને ટક્કર આપશે.
4. CFMoto 650 GT
આ બાઇક તાજેતરમાં જ ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી અને કંપની ટૂંક સમયમાં CFMoto 650 GT બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ બાઇકમાં 649cc લિક્વિડ કૂલ્ડ પેરા ટ્વીન એન્જિન મળશે, જે 62.54Ps નો પાવર અને 58.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...